તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'આપ'માં પ્રવેશ:ભાવનગરના સિહોર તાલુકામાં આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ખેસ પહેરાવી આવકાર્યા

સિહોર તાલુકાના ગામોમાં આમ આદમી પક્ષ દ્વારા સંપર્ક શરૂ થયો છે, આ દરમિયાન સરપંચો આગેવાનો આપમાં જોડાયા હતા જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા ખેસો પહેરાવી આવકાર્ય હતા.

ગુજરાતમાં ગામો ગામમાં આમ આદમી પક્ષ દ્વારા જન સંવેદના મુલાકાત સંપર્ક દરમિયાન આજે સિહોર તાલુકામાં બેઠકો યોજાઈ હતી, સિહોર તાલુકામાં પ્રવેશ કરતા પહેલાં તાલુકાની સરહદ પર યોજાયેલ સ્વાગત આવકાર બેઠકમાં આપના આગેવાનો ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવિણ રામ, રાજભા ઝાલા વગેરે દ્વારા સિહોર તાલુકાના કેટલાયે સરપંચો અને કાર્યકરોને આપમાં આવકારી ખેસ પહેરાવ્યા હતા. રંઘોલા પાસે આ આવકાર બેઠકમાં પાંચતલાવડાના પ્રગતિશીલ સરપંચ બાલાભાઈ ડાંગરની આગેવાની નીચે સિહોર તાલુકાના મોટાભાગના ગામોમાંથી આમ આદમી પક્ષમાં કાર્યકરો જોડાયા છે.

ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા જણાવ્યું હતું કે જન સંવેદના મુલાકાત દરમિયાન સણોસરા ગામ ખાતે ગામના આગેવાનો, સરપંચોસાથે મુલાકાત કરી પાર્ટી માં જોડાયા હતા આવનારા દિવસોમાં આપ દ્વારા જન સંવેદના મુલાકાતના માધ્યમથી ગુજરાતમાં કોરોના થી મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારને સહાનુભૂતિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...