રોષ:શહેરમાં કોંગ્રેસની મળેલી બેઠકમાં આગેવાનોએ ભરપેટ રોષ ઠાલવ્યો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન જાગરણ અને સભ્ય નોંધણીના મુદ્દા એક તરફ રહી ગયાં

કોંગ્રેસમાં વિરોધ પક્ષની ભુમિકા પણ કોંગ્રેસના જ આગેવાનો કાર્યકરો બજાવતા હોય તેમ આજે કોંગ્રેસની મળેલી બેઠકમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા આજે પ્રભારી કનુભાઈ બારૈયાની ઉપસ્થિતમાં સભ્ય નોંધણી, જન જાગરણ અભિયાન સહિતના મુદ્દે સરકીટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. જેમાં નિશ્ચિત કાર્યોને એક તરફ મુકી એકબીજાની સામે આક્ષેપોનો કાદવ ઉછાળ્યો હતો. ભોપાભાઇ ભડીયાદ્રાએ તો પ્રદેશના આગેવાનો સામે જ રોષ ઠાલવ્યો હતો.

તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ધંધુકાના ધારાસભ્ય અને ભાવનગરના તત્કાલીન પ્રભારી રાજેશ ગોહિલને કોર કમિટી દ્વારા જે લોકો કોંગ્રેસમાં દેખાતા ના હોય તેઓને ટિકિટ આપી દેતા હોવાની ફરિયાદ કરતા તેઓનું ઉપર કંઇ ચાલતું નહીં હોવાનું જણાવ્યું હતું, જો તેઓનું કઈ ચાલતું ના હોય તો દવા પી મરી જવું જોઈએનું ભોપાભાઈએ કહેતા જ મીટીંગમાં કાર્યકરો પણ સ્તબ્ધ થઇ ગયાં હતાં.

જ્યારે સાજીદ કાજીએ કોંગ્રેસ સત્તા પર આવશે તો બોર્ડ નિગમમાં સ્થાન મળશેનું કહી શિક્ષણ સમિતિમાં ગોઠવાઇ ગયાની ટકોર કરી પ્રમુખ સામે નિશાન તાક્યું હતું. અરવિંદ પરમાર સહિતનાએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો. થોડા સમય પૂર્વે જાહેરમાં પારૂલબેન ત્રિવેદી અને દર્શનાબેન જોશી વચ્ચે થયેલી મારામારી બાદ આજે મીટીંગમાં બન્નેનું સમાધાન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...