તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલ ક્ષેત્રે વર્ષોથી અન્યાય:તારાપુર રેલવે લાઇનનું શમણું સાકાર કરવામાં નેતા નિષ્ફળ

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2015ના બજેટમાં મંજૂર થયેલો પ્રોજેક્ટનું કામ 1 ઇંચ થયુ નહીં

ભાવનગર-તારાપુર રેલ યોજના વર્ષોથી ભાવનગર માટે એક શમણું રહ્યું છે. વર્ષ 2015ના કેન્દ્રીય બજેટમાં આ યોજના મંજૂર પણ થઇ ગયા બાદ 6 વર્ષ વીતી ગયા છતા એક ઇંચ જેટલું પણ કામ આગળ ધપી શક્યુ નથી.

રેલવે દ્વારા ભાવનગર-તારાપુર પ્રોજેક્ટને એક વખત પિંક બૂકમાં પણ સ્થાન આપવામાં આવ્યુ હતુ, અનેક વખત સર્વે માટે કરોડો રૂપિયા ખર્ચ કરાયા બાદ વર્ષ 2015ના રેલ બજેટમાં 744.61 કરોડ ફાળવી અને 135.90 કિ.મી.ની લાઇન મંજૂર કરવામાં આવી હતી.

ભાવનગરના મહારાજાનું એક સપનું હતું અને અને એના માટે તેમણે પૈસાની ફાળવણી પણ કરી હતી તેવા ભાવનગર-તારાપુર રેલમાર્ગની લોકમાંગણી આઝાદીકાળથી થતી આવી છતાં આજ સુધી ખુદ રેલવેએ આ મામલે કશું ધ્યાન આપ્યું નથી.

માર્ચ-2015ના બજેટમાં અરણેજ-તારાપુરના 50 કિલોમીટરના માર્ગના સર્વેનો આદેશ અપાઇ ગયો હોવા છતાં આ પ્રોજેક્ટ કોરાણે મૂકાઇ ગયા જેવી સ્થિતિ છે. આ અંગે વારંવાર સર્વે થઇ ગયા પછી પણ ભાવેણાના નેતાઓની પરિપક્વતાના અભાવે આ પ્રોજેક્ટ વરસોથી લટકી રહ્યો છે.

આ એક એવો પ્રોજેક્ટ છે કે જે ભાવનગરથી બરોડાનું રેલમાર્ગીય અંતર માત્ર 3 કલાકનું કરી શકે તેમ છે અને દક્ષિણ ગુજરાત સાથેની ભાવનગરની કનેક્ટીવીટી મજબૂત અને જીવંત બનાવી શકે તેમ છે. ભાવનગર-અમદાવાદનું અંતર 144 કિ.મી. ઘટી શકે તેમ છે.

ભાવનગરથી અમદાવાદનું અંતર હાલમાં વાયા બોટાદથી (ગેજ કન્વર્ઝન સહિત) 270 કિલોમીટર જેટલું થાય છે. પરંતુ તારાપુર બ્રોડગેજ માર્ગ મંજૂર કરવામાં આવે તો આ અંતર માત્ર 148 કિલોમીટર જેટલું જ છે. પરિણામે ભાવનગર અમદાવાદ વચ્ચેનું અંતર ઘટી શકે તેમ છે. એટલું જ નહીં, એક વિકલ્પ એ પણ છે કે આ પ્રોજેક્ટ હાલમાં અમલી થઇ શકે તેમ ન હોય તો અરણેજ-ભીમનાથથી તારાપુર-ખંભાત, જેનું અંતર 50 કિલોમીટરથી પણ ઓછું છે, તેના પર નવી બ્રોડગેજ લાઇન નાખવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્ર માટે મુંબઇ તરફનો એક ટૂંકો રેલમાર્ગ પણ મળી શકે તેમ છે.

ધોલેરા સર પ્રોજેક્ટને પણ થઇ શકે છે ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોલેરા સર પ્રોજેક્ટ સાકાર કરાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. ભાવનગર-તારાપુર રેલવે લાઇન તત્કાળ ધોરણે આગળ ધપાવવામાં આવે તો ધોલેરા સર વચ્ચે આવે છે અને તેને પણ રેલ કનેક્ટિવિટી અમદાવાદ, દ.ગુજરાત, મુંબઇ સાથે મળી શકે તેમ છે. આમ એક રેલ યોજના સંપન્ન થાય તો બે-બે પ્રોજેક્ટને ફાયદો થઇ શકે તેમ છે.

કેન્દ્રીય મંત્રી, બે સાંસદો પાસે ભાવેણાની આશા
કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કાર્યરત ડૉ.મનસુખ માંડવીયા, ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળ, ભાવનગરના વતની અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સંસદમાં સમયાંતરે પ્રશ્નો ઉઠાવતા રહે છે ત્યારે ભાવનગર-તારાપુર મંજૂર થયેલી રેલવે લાઇનનું શમણું સાકાર થાય તે દિશામાં હકારાત્મક કામગીરી કરે તેવી નાગરિકોની આશા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો