બાઈક ચોર ઝડપાયો:ભાવનગર શહેરમાં બાઈકની ચોરી કરનારા શખ્સને LCB પોલીસે ઝડપી પાડ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિઝનેસ સેન્ટરના પાર્કિંગને ટાર્ગેટ કરી પાંચ મહિનામાં ચાર બાઈકની ચોરી કરી હોવાનું કબુલ્યું
  • પોલીસે બાઈક સાથે રૂપિયા 1,40,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

ભાવનગર શહેરમાં બિઝનેસ સેન્ટરના પાર્કિંગ માથી અવારનવાર મોંઘીદાટ બાઈકોની ચોરીના વ્યાપક બનાવો બન્યા હતા. ત્યારે બિઝનેસ સેન્ટરના પાર્કિંગને ટાર્ગેટ કરી પાંચ મહિનામાં ચાર બાઈકની ચોરી કરનાર બાઈક ચોરને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તેના ઘરેથી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસે ખાસ ટીમ બનાવી બાઈક ચોરને ઝડપી પાડ્યોશહેરના વાણીજ્ય એકમ એવા હેવમોર ચોક સ્થિત બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાંથી અવારનવાર મોંઘીદાટ બાઈકોની ચોરીના વ્યાપક બનાવો બન્યા હતા. જેથી પોલીસ તંત્રની નીંદ પણ હરામ થઇ ગઈ હતી. જે અંગે એલસીબીની ટીમે ખાસ ટીમ બનાવી વાહન ચોરીના બનાવો પર ફોકસ કર્યું હતું. જેમાં ચોક્કસ ટેકનિકલ માધ્યમો અને વિશેષ બાતમીદારોની મદદ વડે શહેરના ગાયત્રીનગર પાસે આવેલા નિલકંઠનગરમાં પ્લોટ નં-5609 માં રહેતાં રોહિત ઉર્ફે ભાયો રાજેન્દ્ર ગોહિલ ઉ.વ.24ના ઘરે રેડ કરી હતી. જ્યાથી અલગ-અલગ ચાર બાઈકો મળી આવતા આ બાઈકોના દસ્તાવેજ-કાગળો માંગતા શખ્સ યોગ્ય દસ્તાવેજ કે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

પોલીસે આરોપીના કોર્ટમાં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરીઆ શખ્સને એલસીબી કચેરીએ લાવી પુછપરછ હાથ ધરતા શખ્સ ભાંગી પડ્યો હતો અને છેલ્લા પાંચ માસ દરમ્યાન શહેરના બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાં પાર્ક કરેલી ચાર બાઈક ચોરીની કબૂલાત આપી હતી. જેથી પોલીસે ચાર બાઈક કિંમત રૂપિયા 1,40,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપીનો કબ્જો ભરતનગર પોલીસને સોંપ્યો હતો. જયાં ભરતનગર પોલીસે આરોપીના કોર્ટમાં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...