ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને સી.એસ.સી.ના માધ્યમથી સમગ્ર ભારતમાં મેરા ગાંવ - મેરી ધરોહર' પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટની ભાવનગર જિલ્લામાં પણ શરૂઆત કરવામાં આવી છે. ગામડામાં રહેલી પુરાતન સંસ્કૃતિ વિશે વર્તમાન પેઢી જાણે અને તેના મૂલ્યોને સમજે એ માટે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ જિલ્લાના વિવિધ ગામોમાં સાંસ્કૃતિક મૂલ્યોને અનુલક્ષીને દરેક ગામના સાંસ્કૃતિક વારસો, ઐતિહાસીક સ્થળો, ખાણી- પીણી, પહેરવેશ, ભાષા, કલા, કારીગીરી, લોક પારંપરિક ઉત્સવો, મેળા વગેરે આ અંગે સામાજિક-સાંસ્કૃતિક અભ્યાસ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટની વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન માટે રમત-ગમત અધિકારી વિશાલ જોષીએ હાજર રહી પ્રેરણા પૂરી પાડી હતી. પાનવાડી આંબેડકર ભવન ખાતે સી.એસ.સી. ઈ-ગવર્નન્સના જિલ્લા મેનેજર વિરમદેવસિંહ ગોહિલ, નિલેષ ગઢવાણા તેમજ કૃષ્ણકુમારસિંહ ગોહિલે વિસ્તૃત માહીતી અને તાલીમ આપી હતી. તેમજ સી.એસ.સી.ની અન્ય સેવાઓની માહિતી પણ આપી હતી. આ તાલીમમાં ભાવનગર જિલ્લાના મોટી સંખ્યામાં વી.એલ.ઈ.ઉપસ્થિત રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.