તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન હેલ્પલાઇનનો આરંભ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારે 10.30થી સાંજે 6 વાગ્યા સુધી માર્ગદર્શન અપાશે
 • ધો. 10માં ગણિત અને વિજ્ઞાન તથા ધો. 12 સાયન્સમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો સમાવેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેમાં નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે. આ સુવિધા મુજબ ધોરણ 10 માં ગણિત અને વિજ્ઞાન તેમજ ધોરણ 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન માટેનો નંબર 079-23973614 છે.

આ હેલ્પલાઇન દ્વારા ગુજરાત બોર્ડના ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવાનો આયોજન ગોઠવાયું છે જેમાં વિદ્યાર્થીઓ દિવસ દરમ્યાન સવારે 10-30 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી માહિતી અને માર્ગદર્શન તેમજ મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશે. ધોરણ-10 અને ધોરણ-12 માટે રાજ્યભરમાંથી કુલ 19 વિષય નિષ્ણાત શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં ભાવનગરમાંથી ધો. 12માં ફિઝિક્સ વિષય માટે બી. એમ. કોમર્સ હાઇસ્કુલના મહેશભાઈ ધાંધલા અને આ જ હાઈસ્કૂલના કેમેસ્ટ્રી વિષયના શિક્ષક જયદેવ મહેતાની રાજ્ય કક્ષાએ હેલ્પ લાઇન માટે પસંદગી કરવામાં આવી છે.

ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની પૂર્વે વિદ્યાર્થીઓને ગણીત અને વિજ્ઞાન જેવા વિષયોમાં જો કોઇ વિદ્યાર્થીને પ્રશ્ન કે મુંઝવણ હોય તો હેલ્પલાઇન નંબર ઉપર સવારે 10.30 થી સાંજના 6 વાગ્યા સુધીમાં માહીતી અને માર્ગદર્શન મેળવી શકશે જેથી ઉકેલ મળી જશે.

ક્યા વિષયના કેટલા નિષ્ણાતોની પસંદગી
સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા હેલ્પલાઇનમાં નિષ્ણાંત શિક્ષકો માટે પસંદગી કરવામાં આવી છે તેમાં ધોરણ 10માં ગણિત વિષય માટે નિષ્ણાત શિક્ષકોની સંખ્યા 6 છે. જ્યારે ધો. 10માં વિજ્ઞાન વિષયમાં 5 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સમાં કુલ 5 શિક્ષકો અને કેમેસ્ટ્રીમાં ૩ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો