તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિકલી ઓડિટ:ગત સપ્તાહે જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 180 કેસ હતા તે આ સપ્તાહે વધીને 246 થઇ ગયા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત સપ્તાહે જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 180 કેસ હતા તે આ સપ્તાહે વધીને 246 થઇ ગયા
 • 35 પોઝિટિવ : 4 સપ્તાહમાં 610 કેસ

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના નવા 35 કેસનો ઉમેરો થયો હતો. આથી માર્ચના ચોથા સપ્તાહમાં કુલ 246 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે ગત સપ્તાહના 180 કેસની તુલનામાં 36.67 ટકા વધુ છે. મહાપાલિકા, પંચાયત અને પાલિકાની ચૂંટણી બાદ ગોહિલવાડ પંથકમાં કોરોનાનો સકંજો દિન-પ્રતિદિન વધુ વિસ્તરતો હતો જે હવે બેકાબૂ બન્યો છે.

ભાવનગર શહેરમાં આજે નવા 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં 18 પુરૂષ અને 10 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે આજે 15 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. જેમાં 9 પુરૂષ અને 6 મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 4566 કેસ નોંધાયા છે તે પૈકી 4283 દર્દીઓ સાજા થઇ ગયા હોય કોરોનામાં રિકવરી રેઇટઘટીને ઘટીને 93.80 ટકા થઇ ગયો છે. ભાવનગર તાલુકા-ગ્રામ્ય ક્ષેત્રે આજે 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આજે મહુવાના ઓથામાં 65 વર્ષીય પુરૂષ, મહુવામાં પણ 65 વર્ષીય પુરૂષ, પાલિતાણામાં 32 વર્ષીય પુરૂષ, ઉમરાળાના રંઘોળામાં 22 વર્ષીય પુરૂષ અને 53 વર્ષીય મહિલા, તળાજામાં 60 વર્ષીય મહિલા અને ઉમરાળાના દડવામાં 45 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસ 2220 નોંધાયા છે તેની સામે 2115 દર્દીઓ સાજા થઇ ગયા હોય રિકવરી રેઇટ 95.27 ટકા થયો છે.

4 સપ્તાહમાં એક્ટિવ કેસ 11 ગણા વધ્યા
​​​​​​​
​​​​​​​ભાવનગર જિલ્લામાં આ માર્ચ માર્ચના આરંભે કોરોનાની સારવાર લેતા એક્ટિવ દર્દીઓની કુલ સંખ્યા ફક્ત 29 હતી તે આ માર્ચમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ દિન-પ્રતિદિન વધતી જતા 28 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 318ના આંકે આંબી ગઇ હતી. એટલે કે માત્ર 4 જ સપ્તાહમાં કેસની સંખ્યામાં 11 ગણો આસમાની વધારો થયો છે.

રિકવરી રેઇટમાં 4.17 ટકાનો ઘટાડો
આ માસમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે અને તેની તુલનામાં કોરોનામાંથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય ભાવનગર જિલ્લામાં કોરોનાના રિકવરી રેઇટમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ માર્ચના આરંભે કોરોનામાં રિકવરી રેઇટ 98.45 ટકા હતો તે આજે ઘટીને 94.28 ટકા થઇ જતા આ એક જ માસના 4 સપ્તાહમાં કોરોનાના રિકવરી રેઇટમાં 4.17 ટકાનો ઘટાડો થયો છે.

4 સપ્તાહમાં એક્ટિવ કેસમાં વધારો

સપ્તાહકુલ કેસવધારો
પ્રથમ6334
દ્વિતીય10760
તૃતિય207100
ચોથા318111

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો