તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન એડમિશન:આરટીઈ અંતર્ગત પ્રવેશ અરજી માટે આજે અંતિમ દિવસ : 3211 ફોર્મ મળ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કુલ 3036 અરજી ચકાસણી બાદ યોગ્ય ગણાઇ
  • ઓનલાઇન અરજીમાં કુલ 3211 અરજી મળી તે પૈકી 125 અરજી રદ કરવામાં આવી

ભાવનગરમાં રાઇટ ટૂ એજ્યુકેશન હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ ક્ષમતાના 25 ટકા મુજબ આ વર્ષે ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટે આજ સુધીમાં કુલ 3211 ફોર્મ મળી ગયા છે અને ડીઇઓ કચેરી દ્વારા ફોર્મ ચકાસણી કાર્ય હાથ ધરતા આ ફોર્મ પૈકી કોઇ ભુલ હોય 125 ફોર્મ અયોગ્ય ઠેરાવાયા હતા જ્યારે બાકીના 3086 ફોર્મ એપ્રૂવ કરવામાં આવ્યા હતા. આવતી કાલ તા.5 જુલાઇના રોજ ઓનલાઇન એપ્લિકેશન માટે અંતિમ દિવસ છે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ:૨ 2021-22માં તા.25 જૂનથી તા.5 જુલાઈ સુધી http://rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ છે. જો કે તેમાં શરૂઆતના બે દિવસ સર્વરના પ્રશ્નો રહ્યા હતા. આમ છતાં શહેરમાં 3 હજારથી વધુ ફોર્મ ભરાઇ ગયા છે. હજી પણ પ્રવેશ પ્રકિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી ઉભી થાય અથવા અનાધિકૃત પ્રવૃત્તિ થતી હોવાનું માલુમ પડે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી – જિલ્લા પંચાયત ભાવનગર હેલ્પ લાઈન નંબર (0278)-2523582 (સવારે 11થી 6, રજાના દિવસો સિવાય)નો સંપર્ક કરી ખરાઈ કરવી અને તાલુકા કક્ષાએ પણ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે. 2 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ખોટી વિગતો આપનારા સજાને પાત્ર ગણાય છે.

કેટેગરી મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળે છે.

116 શાળામાં 1000 બાળકોના એડમિશન મળશે
વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ પ્રક્રિયા ગત તા.25 જૂનથી શરૂ થઇ ગઇ છે. હવે આગામી તા.5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે અને 6થી 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી થશે.15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં 116 વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ 1000 બાળકોને એડમિશન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...