પ્રવેશ:પેરા મેડિકલની 23484થી વધુ બેઠકો પર પ્રવેશનો અંતિમ દિવસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 જાન્યુઆરી સુધીમાં હેલ્પ સેન્ટરમાં રિપોર્ટિંગ કરાવી શકાશે, 5000થી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી

નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતની પેરા મેડિકલની 23484થી વધુ બેઠકો પરની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની અંતિમ મુદત છઠ્ઠી જાન્યુઆરી સુધી લંબાવાઈ છે. નિયત હેલ્પ સેન્ટરો પર વિદ્યાર્થીઓ માટે હેલ્પ સેન્ટર ખાતે પ્રમાણપત્રો જમા કરાવીને રિપોર્ટિંગ કરાવવાની અંતિમ મુદત 5 જાન્યુઆરીને બદલે 7 જાન્યુઆરી કરાઈ છે.

પ્રવેશ કમિટીએ પેરા મેડિકલ શાખાની 23484થી વધુ બેઠકો પરની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. ગુરુવારે 17677 વિદ્યાર્થીને સીટ એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી જેમને એલોટમેન્ટ કરાયું છે તે વિદ્યાર્થીઓ માટે ચોથી જાન્યુઆરી, બુધવારે બપોરે 3.30 સુધીમાં ઓનલાઈન ફી ભરવાની કાર્યવાહી રખાઈ હતી.

આશરે 5000થી વધુ વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે. જો કે અસંંખ્ય વિદ્યાર્થીઓને ફી ભરવાની બાકી હોવાથી ઓનલાઈન ફી ભરવાની કાર્યવાહીની તેમજ હેલ્પ સેન્ટર ખાતે અસલ ડોક્યુમેન્ટ જમા કરાવીને રિપોર્ટિંગ કરાવવા માટેની કાર્યવાહીની મુદત લંબાવવાની ફરજ પડી છે. ફિઝીયોથેરાપી, બીએસસી નર્સિંગ, ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ, નેચરોપથી, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરાપી, ઓડીયોલોજી સહિતની વિદ્યાશાખાની બેઠકોની પ્રવેશ કાર્યવાહી રાખવામાં આવી છે.

ફી ભરવાની પ્રક્રિયાના અંતિમ દિવસે બુધવારે 5 હજાર વિદ્યાર્થીએ ફી ભરી હતી. પ્રવેશ કમિટીએ કરેલા સીટ એલોટમેન્ટની તુલનાએ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફી ભરી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને પ્રવેશ કમિટીએ ઓનલાઈન ફી ભરવાની, રિપોર્ટિંગ કરવાની પ્રક્રિયાની મુદત વધારાઈ છે.પેરામેડીકલની પ્રવેશની પ્રક્રિયામાં 23000 થી વધુ બેઠકો માટે એડમીશનનો આવતી કાલે અંતીમ દિવસ છે.

અન્ય સમાચારો પણ છે...