તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્હાઇટ ફ્રન્ટેડ ગુઝ પક્ષી:ભાવનગરમાં પ્રથમ વાર જોવા મળ્યું લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગુઝ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાલ પગ વાળું પક્ષી લેસર વ્હાઈટ ફ્રન્ટેડ ગુઝ - Divya Bhaskar
લાલ પગ વાળું પક્ષી લેસર વ્હાઈટ ફ્રન્ટેડ ગુઝ

ભાવનગર મહાનગરપાલિકા ની વેસ્ટ લેન્ડ સાઈડ ની બાજુ ખૂબ રેર પક્ષી જોવા મળ્યું છે. લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગુઝ નામનું આ પક્ષી ભાવનગર માં પ્રથમવાર જોવા મળ્યું છે. મોટાભાગે તેઓ પેલી આર્કટિક વિસ્તારમાં બ્રિડિંગ કરતા જોવા મળે છે અને શિયાળા દરમિયાન અલભ્ય પ્રકારના પક્ષી તરીકે ગ્રેટ બ્રિટન અને ભારતમાં જોવા મળે છે. તાજેતરમાં આ લાલ પગ વાળું પક્ષી ભાવનગરમાં જોવા મળ્યું હતું.

ભાવનગર નાં શૈલ બાપા , અક્ષયભાઈ માથુર, મોહિત સરવૈયા, ડૉ. જીલન ભાઈ શાહ, નિકુંજભાઈ ગોહેલ અને દિનેશભાઈ ખેનિ દ્વારા આ પક્ષી જોવામાં આવ્યું હતું. લેસર વ્હાઇટ ફ્રન્ટેડ ગુઝ નામક આ પક્ષી 21 થી 26 ઇંચ લંબાઈ ધરાવે છે અને પાંખ પસારીને તેઓ 47 થી 53 ઇંચ લાંબા હોય છે. આઇ.યુ.સી.એન દ્વારા તેમને ભયજનક સ્થિતિમાં હોવાથી રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 2015 નાં આંકડાઓ મુજબ અત્યારે સમગ્ર વિશ્વમાં ફક્ત 40 થી 50 જેટલા પક્ષીઓ જ બચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...