ક્રાઇમ:નાસ્તાના પૈસા માંગતા ધમકી આપી લારી સળગાવી દીધી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાળ બોલવાની ના પાડતા હુમલો કરી ઘર સળગાવાની ધમકી

ભાવનગર શહેર જિલ્લામાં જુદા જુદા બનાવોમાં ઘર સળગાવી દેવાની ધમકી તેમજ, નાસ્તાના પૈસા માંગતા લારી સળગાવી દઇ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવાઇ છે. શહેરના મફતનગર ખાતે રહેતા કેવલભાઇ જીવણમલ વાધવાણીની ઇંડાની લારીએ સુરા રબારી નામનો ઇસમ આવી આમલેટ તથા રોટલી પાર્સલ કરેલ જેના રૂપિયા ફરિયાદીએ માંગતા તેણે કહેલ કે લારી રાખવી છે ને તેમ કહી ઝઘડો કરી ફરિયાદીની લારી સળગાવી દેવાની ધમકી આપી જતો રહેલ બાદમાં રાત્રીના ફરિયાદી દુકાન બંધ કરીને જતા રહેતા આરોપીએ તેમની ઇંડાની લારી સળગાવી દઇ રૂ.26,000નુ નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે જુના બંદર રોડ વૈશાલી ટોકીઝ પાસે રહેતા અનવરખાન શેરખાન બલોચના દિકરાની વહુ દુધની દુકાને જતા હતા ત્યારે મનીષ ઉર્ફે છોટીયો ચંદુભાઇ ગાળો બોલતો હોઇ જેને ગાળો બોલવાની ના પાડતા મનીષે ફરિયાદીના દિકરાની વહુ સાથે બોલાચાલી કરતા ફરિયાદી વચ્ચે પડતા આરોપી મનીષે ફરિયાદીના હાથ પાસે છરી વડે ઇજા પહોંચાડી ઘર સળગાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે કતપર ખાતે રહેતા રણજીત કાન્તીભાઇ શિયાળ તેમના મોટાભાઇની દિકરીના ગોતીડામાં હતા તે દરમિયાન મોટાભાઇની દિકરી ભાગી ગયેલ તે બાબતે ફરિયાદીને વાતચીત કરવા બોલાવતા તેઓ વાતચીત કરવા ગયેલ જ્યા ગામમાં રહેતા બાલુ, રાકેશ ધનજીભાઇ સાંખટ તથા અજય ઉર્ફે કાળુ આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી જુના નળીયા વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...