કોરોનાની મહામારીની બીજી લહેરમાં દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે ભાવનગર શહેરમાં કોરોના રસીકરણ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરની વિવિધ વિસ્તારોમાં કોરોના વેક્સિનેશન માટે જાગૃતિ મેળવાય તે મતલબના મોટા હોર્ડિંગ્ઝ રાખવામાં આવ્યાં છે. જેનાથી રસીકરણ માટે જાગૃતિ વધી છે અને વેક્સિનેશનમાં ગતિ આવી છે.
કોરોનાની મહામારીના સમયગાળામાં વેક્સિન ખુબ જ મહત્વની છે. ત્યારે વધારેમાં વધારે લોકો વેક્સિન મુકાવે એ જરૂરી છે કારણ કે રસીકરણ એ કોરોનાની ચેઇન તોડવાનું બ્રહ્માસ્ત્ર છે. વેક્સિન લીધા બાદ એન્ટી બોડી તમને કોરોનામાં લડવા માટે મદદ કરશે. અમારી સંસ્થાઓ પલ્સ હોસ્પિટલ અને ઓજ ઇન્સ્ટિટ્યૂટ તરફથી અમે તમામ જનતાને વિનંતી કરીએ છીએ કે બધા જ લોકો રસીકરણ કરાવે. જેથી આપણે બધા સાથે મળીને વેક્સિનની મદદથી કોરોનાની મહામારીને પરાજિત કરી શકીએ.
રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ 3060ના ડિસ્ટ્રીકટ ગર્વનર પ્રશાંતભાઇ જાની તથા ફર્સ્ટ લેડી હીતા જાની તા.3 ગુરૂવારે રોટરી રોયલ ખાતુ કલબ વિઝીટ માટે આવશે. તેઓ રોટરી રોયલે કરેલ દરેક એકટીવીટીનુ નિરીક્ષણ કરશે. તથા સભ્યોને માર્ગદર્શન પુરૂ પાડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.