વિશેષ:બાળકો માટે ભાષા, ભજન, ભોજન, ભવન અને ભ્રમણ જરૂરી

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવેકાનંદ કેન્દ્ર અને માઇક્રોસાઇનના ઉપક્રમે કાર્યક્રમમાં પદ્મશ્રી સન્માનિત નિવિદીતા ભીડેનું વક્તવ્ય
  • જોય ઓફ પેરેન્ટિંગ વિષય પર વક્તવ્ય યોજાયુ

વર્તમાન સમયમાં દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક આક્રમણ થઈ રહ્યું છે તેનાથી નવી પેઢીને બચાવવી હોય તો નિયમિત સાથે બેસીને મંથન કરવું પડશે તેમજ બાળકોનું ઉત્કૃષ્ટ રીતે ઘડતર કરવું હોય તો ભાષા, ભૂષા, ભજન, ભોજન, ભવન અને ભ્રમણ આ છ બાબતો ઠીક કરવી પડશે તેમ વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી ભાવનગર શાખા અને માઈક્રોસાઈનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિવેકાનંદ કેન્દ્રના અખિલ ભારતીય ઉપાધ્યક્ષ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત નિવિદીતા ભીડેએ ધ જોય ઓફ પેરેન્ટિંગ વિષય પર યોજાયેલા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકો સાથે સંવાદ વધારો બાળકો પ્રત્યેનો વ્યવહાર પ્રેમાળ કરો તેમજ બાળકોને ધર્મની સાચી સમજણ આપવા માટે સૂચન કર્યું હતું. ધર્મગ્રંથોનો મુખપાઠ શરૂ કરાવવાથી પણ ઘણા પ્રશ્નો નિવારી શકાય છે તેમ જણાવ્યું હતું. સમગ્ર પ્રવચનનો સાર વ્યક્ત કરતા તેઓએ આપણા જીવનમાં સંસ્કૃતિ, ધર્મ, રાષ્ટ્ર અને અધ્યાત્મને જોડીને વિશ્વ પરિવર્તનની વાત કરી હતી.

ભાવનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આરંભે એકનાથજીની ડોક્યુમેન્ટરી દર્શાવાઇ હતી તેમજ શાંતિ પાઠ બાદ નરેન્દ્રભાઈ ત્રિવેદીએ વક્તાનો પરિચય આપ્યો હતો અને વક્તાનું સન્માન નિશિથભાઈ મહેતા અને પ્રીતિબેન મહેતાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેઘદીપસિંહ ગોહિલે કહ્યું હતું. 900થી વધુ શ્રોતાઓએ આ કાર્યક્રમને માન્યો હતો. તા. 4 ડિસેમ્બરે 'વેલ્યુઇંગ ધ વેલ્યુસ- અમૃત પરિવાર' વિષય સાથે યોજાનારા કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જોડાવવા માટે હજી કેન્દ્ર ખાતે રજીસ્ટ્રેશન થઇ શકે છે.

પ્રવચનનું પંચામૃત

  • દરેક બાળક માતા-પિતાનું પ્રતિબિંબ છે
  • દરેક બાળક અજોડ છે
  • પરિવાર સમાજનું અંગ છે
  • જેવું સમાજને આપશો તેવું જ તમને પાછું મળશે
  • રોજ બે કલાકનો મોબાઈલ અવર્સનો અમલ કરો
અન્ય સમાચારો પણ છે...