તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારોહ:બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર પાવન ભૂમિ પર નૂતન ભોજનાલયના બાંધકામનો ભૂમિ પુજન કરાયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડતાલ ગાદી પીઠાઘિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા મહાન તપસ્વી સંતો-મહંતોની ઉપસ્થિતમાં મહાપુજા કરાઇ

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરની પાવન ભૂમિ પર ભોજનાલયના બાંધકામ કાર્યનો શિલાન્યાસ વિધિ વડતાલ ગાદી પીઠાઘિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા મહાન તપસ્વી સંતો-મહંતોની ઉપસ્થિતમાં મહાપુજા કરવામાં આવી હતી.

આજરોજ સોમવારને પવિત્ર એકાદશીના દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભોજનાલયનો શિલાન્યાસ સમારોહ વડતાલ ગાદી પીઠાઘિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા મહાન તપસ્વી સંતો-મહંતો, રાજકીય મહાનુભાવો તેમજ દાદાના લાડીલા ભક્તો ની ઉપસ્થિતમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું,

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 100 કરતા પણ વધુ વર્ષોથી ચાલતા કષ્ટભંજનદેવ દાદાના અન્નક્ષેત્રમાં અત્યાર સુધીમાં અંદાજિત 3 કરોડથી પણ વધુ ભોજન પ્રસાદ લઈ ચૂક્યા છે, નવા બનનારા કષ્ટભંજન દેવ નૂતન ભોજનાલયમાં એક સાથે 8થી 10 હજાર ભક્તો એકી સાથે ભોજનપ્રસાદ લઈ શકેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...