તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાલિતાણામાં દિવ્યાંગો માટે જાહેર શૌચાલયની સુવિધાનો અભાવ

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેન્ક, નગરપાલિકા, મામલતદાર કચેરીમાં જવા દિવ્યાંગોને મુશ્કેલી
  • દિવ્યાંગો માટે શૌચાલય તેમજ રેમ્પ બનાવવા નાયબ કલેકટરને રચના ફાઉન્ડેશન દ્વારા રજુઆત

યાત્રાધામ પાલિતાણામાં દિવ્યાંગો માટે જાહેર શૌચાલય તેમજ રેમ્પ બનાવવા અંગે રચના ફાઉન્ડેશન પાલિતાણા દ્વારા પાલિતાણાના ડેપ્યુટી કલેકટરને રજુઆત કરવામાં આવી છે. પાલિતાણા પ્રસિધ્ધ યાત્રાધામ છે જયાં દિવ્યાંગો માટે જાહેર શૌચાલયની કયાંય સુવિધા નથી.દેશ-વિદેશથી આવતા દિવ્યાંગ ભાઇઓ-બહેનોને સુવિધાના અભાવે ઘણી મુશ્કેલી પડે છે.આ ઉપરાંત સ્થાનિક શહેર અને તાલુકાના દિવ્યાંગો પણ હાલાકી ભોગવી રહયાં છે.આ અંગે વહેલીતકે પાલિતાણા શહેરમાં જાહેર સ્થળે નગર પાલિકાની પડતર જગ્યામાં માત્ર દિવ્યાંગો માટે શૌચાલય બનાવવા માંગ છે.

આ ઉપરાંત પાલિતાણામાં એસબીઆઇની મેઇન શાખા જે પાલિતાણાની મુખ્ય બેન્ક છે તેમજ શહેરની અન્ય બેન્કોમાં પણ અનેક દિવ્યાંગોના ખાતા છે અને અનેક વખત દિવ્યાંગો કામકાજ માટે આવતા હોય છે આ દરેક બેન્કમાં રેમ્પ નથી આ માટે અનેક વખત રજુઆતો પણ કરાઇ છે છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.પાલિતાણામાં મામલતદાર કચેરી નવી બનેલ છે જયાં દિવ્યાંગો માટે રેમ્પ બનાવેલ છે પણ ખોટો બનાવાયો છે જેથી દિવ્યાંગોને જવામાં તકલીફ પડે છે નગર પાલિકામાં પણ જવા માટે દિવ્યાંગોને દાદરા ચડવા પડે છે.

આમ દિવ્યાંગોને પડતી મુશ્કેલી વહેલીતકે દુર કરવા રચના ફાઉન્ડેશનની માંગ છે. પાલિતાણામાં જાહેર શૌચાલયના અભાવે ઘણા લાંબા સમયથી દિવ્યાંગો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...