ટેબલ ટેનિસ સ્પર્ધા:બે-બે સુવર્ણ ચંદ્રકો જીતતા શહેરના ક્ષિતિશ પૂરોહિત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામા

તાજેતરમાં ગાંધીધામ આદિપુરમાં રમાયેલી પ્રથમ માસ્ટર્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં રાજ્યભરના 300 ખેલાડીઓ વચ્ચે રસાકસીભરી રમત બાદ કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત બી. એન. વિરાણી રમત સંકુલના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ક્ષિતીશ પુરોહિતે સાતત્યપૂર્ણ સુંદર દેખાવ કરી બબ્બે સુવર્ણ ચંદ્રકો જીતી ગુજરાતમાં પોતાની સર્વોપરિતા ફરી એક વાર સિદ્ધ કરી છે.

+65 સિંગલ્સમાં તેઓએ ગાંધીધામના પ્રશાંત બુચને 3.0 થી સીધા સેટમાં હરાવી ચેમ્પીયનશીપ જીતી પ્રથમ ગોલ્ડ મેડલ જીતેલ. ત્યાર બાદ +64 ડબલ્સ સ્પર્ધા વડોદરાના નારાયણ દવે સાથે રમી પ્રશાંત બુચ અને અજય પટેલની જોડીને પરાસ્ત કરી બીજો સુવર્ણચંદ્રક જીતવાની બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ક્ષિતીશ પુરોહિત અઢી દાયકાથી ગુજરાતમાં સતત અપરાજીત રહી સૌથી વધુ વાર માસ્ટર્સ સ્પર્ધામાં સતત વિજેતા બનવાનો વિરલ રેકોર્ડ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...