ભાવનગર શહેરમાં સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબના મેદાન ખાતે આર ડી ઝાલા અન્ડર 16 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કેપીઇએસ સ્કૂલ અને બીએમ કોમર્સ હાઇસ્કુલ વચ્ચે ફેલાઈ હતી જેમાં કેપીઇએસ સ્કૂલનો 165 રને પ્રભાવશાળી વિજય થયો હતો અને ચેમ્પિયનશિપ મેળવી હતી. આ લગભગ એક તરફી બની ગયેલી મેચમાં કેપીઇએસ સ્કૂલ તરફથી છ વિકેટ લેનારા ભવ્ય ગોહેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
આજે ખેલાયેલી ફાઇનલ મેચમાં પ્રથમ દાવ લેતા કેપીઇએસ સ્કૂલની ટીમે 36.3 ઓવરમાં 194 રન કર્યા હતા જેમાં વિનીત વિશ્વકર્માએ 44 રન, યુગ વાઘાણીએ 25 રન અને નંદિષ્ઠ જોશી એ 19 રન નોંધાવ્યા હતા જ્યારે નીલ ધરાજીયાએ બે, કુલદીપ અંજારાએ બે અને ઓમ સાઈએ ત્રણ વિકેટ લીધી હતી.
195 રનના જીતવાના લક્ષ્યાંક સામે બીએમ કોમર્સ હાઈસ્કૂલની ટીમ 12.5 ઓવરમાં માત્ર 29 રન નોંધાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. જેમાં એક પણ બેટ્સમેન ડબલ ફિગરે પહોંચી શક્યો ન હતો. કેપીઇએસ સ્કૂલ તરફથી ભવ્ય ગોહેલે છ વિકેટ, મયુર પાર્ટીલે બે અને આયુષ અંધારિયાએ એક વિકેટ લીધી હતી.
આમ ફાઈનલ મેચમાં કેપીઇએસ સ્કૂલની ટીમનો 165 રને ભવ્ય વિજય થયો હતો. આ મેચમાં 44 રન કરનારા વિનિત વિશ્વકર્માને બેસ્ટ બેટ્સમેન ઓફ ફાઈનલ છ વિકેટ લેનારા ભવ્ય ગોહેલને બેસ્ટ બોલર ફાઇનલ તેમજ સમગ્ર ટુર્નામેન્ટમાં 191 રન કરનારા અને સાથે પાંચ વિકેટ લેનારા જૈમીન ભટ્ટને પ્લેયર ઓફ ધ સીરીઝનો એવોર્ડ અપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.