તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ભાવનગરની હોટેલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં આગના બનાવ બાદ નવા દર્દી દાખલ કરવાની મનાઈ ફરમાવાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગની ઘટના મામલે પોલીસ જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ કરશે

ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સના ત્રીજા માળે રૂમ નંબર 304 માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, આ આગ હોટેલમાં રહેલ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલારામ શરૂ હોવાથી નીચે સ્ટાફ ને જાણ તેણે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી, ત્રીજા માળે રહેલા 18 જેટલા પેશન્ટો બહાર તાત્કાલિક બહાર કાઢ્યા હતા,

બનવાની જાણવા મળતી વિગત મુજબ હોટલ જનરેશન એક્સના ત્રીજા માળે રૂમ નંબર 304માં ટીવી ના યુનિટમાં સ્પાર્ક થતા આગ ની ઘટના બની હતી, જોકે સ્ટાફ દ્વારા તાત્કાલિક તે રૂમમાં રહેલ ગાદલાં, બારીના પડદોઓ તથા જે કાંઈ સળગે એવી વસ્તુઓ બહાર કાઢી લીધી હતી.

ભાવનગર આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ આગ રૂમના ટીવી ના યુનિટમાં સ્પાર્ક થયો હતો, ત્રીજા માળે 18 જેટલા દર્દીઓ હતા, જેને રીફર કરાયા હતા, અને કુલ હોટલમાં 68 જેટલા દર્દીઓ હતા,જેઓ ને પ્રાઇવેટ તથા સરકારીમાં સિફટ કરવામાં આવ્યા છે, હાલ અત્યારે 8 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જો કે આ ઘટનાની જાણ થતા તંત્રએ તરત જ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આજે સવારે તે અંગે તપાસ પણ હાથ ધરી હતી તો જણાવવા મળ્યું હતું કે ટીવીના સ્વીચમાં સ્પાર્ક થયો હતો.

ભાવનગર મહાનગરપાલિકા ના કમિશનર દ્વારા જણાવ્યું હતું કે આ હોટલને થોડા સમય પહેલા જ મંજુરી આપવામાં આવી હતી, આ ઘટના ને લઈ તપાસ હાથ ધરવામાં આવશે, આ અંગે પોલીસે જાણવા જોગ ફરિયાદ લેવામાં આવશે, પછી સ્પાર્ક સેના કારણે થયો તેની તપાસ પણ કરવામાં આવશે, જેની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા હાલ ચાલુ જ છે, અત્યારે હાલ તેને નવા એક પણ પેશન્ટ લેવાના નથી તે નિર્ણય કરાયો છે.

અત્યારે હોટલ પાસે બધી જ NOC ઉપલબ્ધ છે, અને મંજૂરીઓ ઉપલબ્ધ છે, અને વધુમાં જણાવ્યું હતું કે આ હોટલને મંજુરી આપી એ પહેલાં સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી જેને કારણે સ્ટાફ દ્વારા આ ટ્રેનિંગ થી આગ ની મોટી ઘટના બનતા અટકી હતી.

અન્ય સમાચારો પણ છે...