પતંગ-ફીરકીનો શણગાર:મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગરના અક્ષરવાડી મંદિર ખાતે પતંગ-ફીરકીનો શણગાર કરાયો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના વાઘાવાડી રોડ પર આવેલ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ પર પતંગ ફીરકીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીમાં વિશેષ વિશેષ સુશોભન કરવામાં આવ્યુ છે. પતંગની અલગ અલગ થીમ પર મંદિરનો શણગાર કરવામાં આવ્યો હતો.

રંગબેરંગી પતંગોનો શણગાર કરાયો
શહેરનાં વાઘાવાડી રોડ પર આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભગવાનને પતંગોત્સવનો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનની મૂતિ પાછળ આકાશ ઉભુ કરીને પતંગનાં વિશષ્ટિ વાઘા દર્શન ગોઠવી વિવિધ રંગોનાં પતંગો ઉડતા ગોઠવવામાં આવેલ તેમજ સંતો દ્વારા પતંગો દ્વારા જ ભગવાનને વિશષ્ટિ શણગાર કરવામાં આવ્યો હતો,

આજે દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય
આજે મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને અક્ષરવાડી મંદિરમાં પણ પતંગ થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અનેક દર્શનાર્થીઓ વહેલી સવારથી જ મંદિરમાં અને દાન પુણ્યમાં જોડાઈ ચૂક્યા છે. મકરસંક્રાતિના દિવસે દાનનું વિશેષ મહત્વ રહ્યુ છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે આજે દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે લોકો ગાયની પૂજા કરીને ઘાસનું દાન કરતા હોય છે. ગાયને ઘાસ આપીને ભગવાનના દર્શન કરવા માટે પહોંચતા હોય છે.

ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
14મી જાન્યુઆરી એટલે પતંગ પર્વે મકરસંક્રાંતિની ઉજવણી માટે પતંગ પ્રેમીઓમાં અનરો થનગાંઠ જોવા મળી રહયો હતો. ત્યારે શહેરનાં નાના મોટા સહુ કોઈ પતંગનાં આકાશી યુધ્ધમાં રંગ બેરગી પતંગો થી જોવા મળેલ. ભાવનગરની અક્ષરવાડીમાં ભગવાનને પતંગનો શણગારનો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...