ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યુ છે. ત્યારે ભાવનગરની પતંગ અને દોરી બજારમાં ગયા વર્ષની સરખામણીએ પતંગની દોરીમાં 35 ટકા જેવા તોંતીગ વધારો થતા આ વર્ષે પતંગ રસીયાઓને મકરસંક્રાતિ મોંધી પડશે. પતંગરસિયાઓને ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષે પતંગ અને દોરી માટે વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ અને પતંગની દોરીની કિંમતમાં મસમોટો ઉછાળો આવતા તહેવાર મોંધો બનશે.
ગત વર્ષે પતંગના પંજાની કિંમત રૂપિયા 20થી રૂપિયા 50 હતી. જે આ વર્ષે રૂપિયા 25 થી રૂપિયા 70 ચૂકવવા પડશે.આ વર્ષે પતંગની દોરી 1000 વાર રીલના ભાવ આસમાને પહોચ્યા છે. જેમા, પાંડા 150, ચેલેન્જ 160, ગેંડા 160, સગ્રામ 130, એચપી3 200, સાંકળ-8 230ના ભાવો રહ્યા છે.
આ વર્ષે પતંગની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2023 વેલકમ, સોગઠો, ડીઝાઇન, ચોપાટી જેવી અનેક વેરાયટીઓ બજારમાં આવી છે. તેમ ભાવનગરના પતંગ દોરીના વેપારી ચેતનભાઇ એ જણાવ્યું કે, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત અને દોરીના ભાવમાં 35 ટકા સુધી વધારો થયો છે. ગમે તેટલો ભાવ વધારો થાય પણ મકરસંક્રાતિનો તહેવાર લોકો મન મુકીને માણતા હોય પતંગ અને દોરીમાં વેચાણ સારું એવું થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.