જામીન નામંજૂર:બોગસ બિલિંગ કેસમાં કીર્તિભાઇ સૂતરીયાના જામીન નામંજૂર થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિલેશ પટેલની જામીન અંગેની રીકોલ અરજી હાઇકોર્ટે ફગાવી
  • કોર્ટનું​​​​​​​ વલણ જોઇ એઝાઝ, એમએમ, અફઝલે અરજી પાછી ખેંચી

ભાવનગરમાં બોગસ બિલિંગના જુદા જુદા કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૈકી કીર્તિભાઇ સૂતરીયાની જામીન અરજી હાઇકોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવી છે, અને કોર્ટનું આ આકરૂ વલણ જોઇને એઝાઝ શેખ, મોહંમદ મેઘાણી, અફઝલ સવજાણીએ જામીન અરજી પાછી ખેંચી લીધી છે. ભાવનગરના ચકચારી માધવ કોપર લિમિટેડના 139 કરોડની ખોટી વેરાશાખ લેવાના કેસમાં કંપનીના નિલેશ પટેલના આગોતરા જામીન અગાઉ અમદાવાદની સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા હતા, અને ત્યારબાદ તેઓએ હાઇકોર્ટ સમક્ષ અરજી કરતા હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટનો નિર્ણય માન્ય રાખ્યો હતો. ત્યારબાદ નિલેશ પટેલે હાઇકોર્ટમાં રી-કોલ અરજી દાખલ કરી હતી, તેને પણ હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવતા તેની ધરપકડ કરવા માટે જીએસટીની તમામ એજન્સીઓ દ્વારા પોતાના બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા છે.

બોગસ બિલિંગ કેસમાં અફઝલ સવજાણી 739 કરોડના બોગસ બિલ થકી 135 કરોડની ખોટી વેરાશાખ, એઝાઝ શેખ 10.35 કરોડ, મોહંમદ મેઘાણી 739 કરોડના બોગસ બિલ અને 135 કરોડની ખોટી વેરાશાખ લેવાના કેસમાં સ્ટેટ જીએસટીની અન્વેષણ વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ જીએસટી દ્વારા કોર્ટ સમક્ષ 60 દિવસની સમયમર્યાદામાં આ તમામ આરોપીઓનું ચાર્જશિટ ફાઇલ કરી દેવામાં આવ્યુ હતુ. જુલાઇ મહિનાથી આ લોકો જેલ હવાલે છે, અને કાનૂની રસ્તા અજમાવી જોયા પરંતુ તંત્રના સજ્જડ પુરાવા, કામગીરીને કારણે હજુ તેઓને રાહત નસીબ થઇ રહી નથી.

બીજી તરફ માધવ કોપર લિમિટેડના નિલેશ પટેલ પોતાની ધરપકડ ટાળવા માટે સતત કાનૂની જંગ લડી રહ્યા છે. અગાઉ તેઓએ સુપ્રીમ કોર્ટમાં જીએસટી કાયદામાં ધરપકડના પ્રાવધાનને પડકાર્યુ હતુ,અને વચગાળાની રાહત માગી હતી, સુપ્રીમે આ બાબત વિચાધીન રાખી જામીન અંગે નીચલી કોર્ટમાં જવા આદેશ આપ્યો હતો. અમદાવાદની સેશન્સ કોર્ટમાં અને ત્યારબાદ હાઇકોર્ટે પણ આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જો કે નિલેશ પટેલે રી-કોલ અરજી હાઇકોર્ટ સમક્ષ મૂકી હતી અને તેનો પણ અસ્વીકાર થતા હવે વધુ કાનૂની રસ્તાના વિકલ્પો શોધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...