ધરપકડ:આધેડનુ અપહરણ કરી ખંડણી માંગનાર 6 શખ્સો ઝડપાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ. કેમ્પસમાંથી પોલીસની ખોટી ઓળખ આપી
  • પોલીસ ફરિયાદ થયાના 24 કલાકમાં જ એ ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લીધા

શહેરના કાળીયાબીડ ખાતે રહેતા અને લખુભા હોલ પાસે કિરણ ગાર્મેન્ટસ નામની કાપડની દુકાન રાખી વેપાર કરતા દીપકભાઇ બિપીનકુમાર ગોયલની દુકાને તેમના મિત્ર મિતેશ રાઠોડ તથા કોમલ નામની યુવતી દુકાને કાપડની ખરીદીના બહાને જઇ બાદમાં બન્નેએ ફરિયાદીને હિમાલયા મોલ સુધી મુકી જવાનુ કહેતા ફરિયાદી તે બન્નેને મુકવા જતા બન્ને ફરિયાદીને યુનિવર્સીટીના કેમ્પસમાં લઇ ગયેલ જ્યા એક્ટીવા પર આવેલ બે ઇસમોએ પોલીસની ઓળખ આપી સાંજના 4.30 કલાકે ફરિયાદીની જ ડેસ્ટન ગો કારમાં અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ડ્રગ્સની પડીકી પકડાવી તેમજ અપહરણમાં સામેલ મહિલા સાથે વિડીયો ઉતારી પત્નિને ફોટા મોકલી દેશે તેવી ધમકી આપી બ્લેકમેઇલ કરી 5 લાખની ખંડણી માંગી તેમની પત્નીને અવાર-નવાર ફોન કરાવી રૂ.90 હજાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવી પડાવી લઇ એ.ટી.એમમાંથી રાત્રીના 12 વાગ્યા પછી 20 હજાર રૂપીયા ઉપાડવા માટે ઇટોની ભઠ્ઠીમાં રાત્રીના 3.30 કલાક સુધી ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ 7 ઇસમો સામે એ ડીવીઝન પોલીસ ચોપડે નોંધાવેલ જેમાં પોલીસે કોમલ ઉર્ફે રોશની કેશવચંદ્ર (રહે સુરત), મીતેશ જેન્તીભાઇ રાઠોડ (રહે દેસાઇનગર), નરેશ રાણીંગભાઇ વાઘોશી (રહે તણસા), હિરેન રમેશભાઇ નિમાવત (રહે ભુંભલી), વનરાજ ભાણાભાઇ પોસાતર (રહે તણસા), ચેતન વિક્રમભાઇ બરાડને (રહે ચુડી, તળાજા) ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા એ ડીવીઝન પોલીસ સ્ટાફે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને 24 કલાકમાં જ યુવતી સહિત 6 આરોપીઓને ઝડપી પાડી રીમાન્ડ અર્થે કાલે કોર્ટમાં રજુ કરાશે તેમ જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...