તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે પૈસાની લેતી-દેતી બાબતે ચાલતા ઝઘડામાં શખ્સનું અપહરણ કરી લઈ જઈ મારમાર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે રહેતા મુનાભાઈ જીલુભાઈ બાટી (ઉ.વ.35) શુક્રવારે સાંજે 5 વાગ્યાના અરસામાં પોતાની વાડીએથી આવી મોટી માંડવાળ ગામે માવો લેવા ગયાં ત્યારે સંજય સોલંકી, કાકુ આહીર, મનુ સોલંકી (તમામ રહે. બાબરિયાત ગામ) તથા બોઘા બારૈયા (રહે. માખણીયા ગામ)એ તેને બાબરિયાત ગામની વાડી વિસ્તારમાં લઈ જઈ માર માર્યો હતો.
આ અંગે તળાજા પોલીસેને જાણ થતાં તેને છોડાવી ઉક્ત લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. મળવી વિગતો પ્રમાણે પૈસાની લેતી-દેતી મામલે આ લોકો વચ્ચે ઝઘડો ચાલતો હતો. જ્યારે બીજી તરફ આ મામલે સામાપક્ષથી પણ તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાશે તેવું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.