સમુહ લગ્નોત્સવ:રામબાપુની પૂણ્યતિથી નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહયાં

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોગઠમાં રાવળ જોગી સમાજનો સમુહ લગ્નોત્સવ
  • રાવળદેવ જોગી સમાજની ગમે તેવી પરિસ્થિતીમાં પાટીદાર સમાજ સાથે રહેશે

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે ધર્મપ્રચારક પૂ.રામબાપુ રાવળની ત્રીજી પૂણ્યતિથી અને પાંચમો સમૂહ લગ્નોત્સવ તાજેતરમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. પૂ.રામબાપુની પૂણ્યતિથીએ યોજાયેલા રાવળદેવ જોગી સમાજના સમુહ લગ્નોત્સવ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ,ધર્મ એકતા મંચના અધ્યક્ષ ડી.જી.વણઝારા તેમજ ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહયાં હતા.

આ ઉપરાંત ફિલ્મ સ્ટાર ફિરોઝ ઇરાની,નિતીન ખજુરભાઇ તેમજ અનેક સંતો નવ દંપતિને આર્શિવાદ આપવા ઉપસ્થિત રહયાં હતા. આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે રાવળદેવ સમાજની ગમે તેવી પરિસ્થિતી હોય તેવા સમયમાં અમારો પાટીદાર સમાજ રાવળદેવની સાથે ઉભો રહેશે.

કાર્યક્રમના અંતમાં સૌરાષ્ટ્ર ઝોન રાવળ જોગી સમાજના પ્રમુખે કહયું હતું કે સરકારમાં પડતર પ્રશ્નોની વાચા આપશે તેમજ આવતા દિવસોમાં સરકાર વિચરતી અને વિમુકત જાતિ બોર્ડ રાવળ સમાજને નહીં આપે તો 5000 રાવળ સમાજ ડાક સાથે સચિવાલયમાં ગાંધી ચિધ્યા માર્ગે આદોલન કરવાની ચિમકી આપશે.

અન્ય સમાચારો પણ છે...