સુવિધા:મહિલા દિને સમગ્ર રાજ્યમાં ભાવનગરમાં અનોખી પહેલ, ખિલખિલાટ વાન હવે રાત્રે પણ સેવા આપશે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભાઓને રાત્રે ખિલખિલાટની સેવા આપવા ભાવનગર GVK-EMRIનો પ્લાન માન્ય રાખ્યો

મહિલા દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભાવનગરે આ અનોખી પહેલ કરી છે. રાત્રી દરમિયાન ઈમર્જન્સી સ્થિતિમાં સારવાર માટે આવતી મહિલાઓને ખિલખિલાટ સેવાનો લાભ મળશે.

સગર્ભા મહિલાઓને ચેકઅપ માટે ઘરેથી હોસ્પિટલ આવવા જવાં તથા 0 થી 1 વર્ષના નવજાત શીશુને ચેકઅપ માટે આવવા જવાની સેવા પુરી પાડતી ખીલખીલાટ દ્વારા માત્ર દિવસ દરમિયાન સેવા આપવામાં આવતી હતી પરંતુ ભાવનગર GVK-EMRI દ્વારા આ સેવા રાત્રી દરમિયાન પણ પુરી પાડવામાં આવે તેવો પ્લાન રાજ્ય સરકારમાં મુકવામાં આવ્યો જેને રાજ્ય સરકારે મંજુર કરતા હવે ભાવનગરમાં રાત્રી દરમિયાન સગર્ભા મહિલાઓને ખીલખીલાટ સેવાનો લાભ મળશે. ભુતકાળમાં આ સેવા માત્ર દિવસ દરમિયાન આપવામાં આવતી હતી.

આવા સંજોગોમાં રાત્રે ઈમર્જન્સી સ્થિતિમાં આવેલી સગર્ભા મહિલાઓને ચેકઅપ બાદ પરત જવા માટે હાલાકી પડતી હતી. હાલ આ સેવા માત્ર ભાવનગરમાં શરૂ થઈ છે જે આગામી દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ શરૂ થઈ શકે છે. મહિલા દિને ભાવનગરની સગર્ભા મહિલાઓ માટે આ ભેટ ગણાશે.

છેલ્લા ત્રણ વર્ષમાં 1.50 લાખ કેસ હેન્ડલ કરાયા

વર્ષકેસ
201930,242
202044,592
202175,284
કુલ કેસ1,50,118

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...