તળાજા તાલુકાના દિહોર ગામે ઉતાવળી નદી વહે છે જેની ઉપરવાસ હમીરપરા સિંચાઈ યોજનાનો ડેમ બનાવેલ છે. ડેમમાં પાણી ઘણું છે પરંતુ નદીના વહેણમાં પાણી બંધ થઈ જતાં હેઠવાસના દિહોર, સમઢિયાળા, નેશીયા, હબુકવડ વગેરે ગામોને ચેકડેમ ખાલીખમ થઈ ગયા છે. ઉતાવળી નદીના ચેકડેમ તળીયાઝાટક થવાથી કાંઠે નજીક આવેલા ખેતરોના કૂવાના તળ પણ ઊંડા જતા રહ્યા છે કેટલાક કૂવા તો કોરા પડી ગયા છે જેથી ખેડૂતોને અને વાડી ખેતરે માલઢોર રાખતા પશુપાલકોને પાણીની અછત ઊભી થઈ છે. લીલી જુવાર, ઘાસ, રજકો જેવા પશુચારાના પાંચ ક્યારા પણ ખેડૂતો લીલા રાખી શકે નહિ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.