તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોરિયર્સ સન્માન:કોરોનામાં લોકો ઘરમાં બંધ હતા ત્યારે ખાખીનો રંગ રક્ષણ માટે તત્પર હતો - IG

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રેષ્ઠ કામગીરી કરનારને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પોલીસ એવોર્ડ એનાયત કરવાનો સમારોહ યોજાયો
  • પોલીસની હાજરી માત્રથી લોકો સુરક્ષાનો અનુભવ કરે છે, અમારી થેંકલેસ જોબ છતાં સન્માન બદલ ઋણી છુ : SP રાઠૌર

રાત્રે બાર વાગ્યે રસ્તા પર રડતા પરિવારને મદદ ની વાત હોય કે ડાયાબિટીસ ની ગોળી પૂરી થઈ ગઈ હોય ત્યારે લોકોનાં પોલીસ સ્ટેશન પર આવેલા ફોનથી કામગીરી કરવાની હોય, છેલ્લા બે વર્ષ પોલીસ વિભાગ માટે સંઘર્ષ પૂર્ણ રહ્યા છે. તેવું ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે દિવ્ય ભાસ્કર ગ્રુપનાં સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પોલીસ ડીપાર્ટમેન્ટની કામગીરી બિરદાવવા માટે મેઘાણી ઓડીયોરીયમ ખાતે યોજેલા પોલીસ એવોર્ડ સમારોહમાં જણાવ્યું હતું.

આ એવોર્ડ સમારંભ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, એસ.પી. જયપાલ સિંહ રાઠોડ, અમર જ્યોતિ સ્કુલનાં અમર જ્યોતિ બા ગોહિલ, ચેતનભાઈ તંબોલી, બૈજુભાઈ મહેતા, સચીન પાઠક અને અન્ય મહાનુભાવો તથા પોલીસ કર્મચારીઓની હાજરીમાં યોજાયો હતો.

આઇ.જી. એ વધુમાં જણાવ્યું હતું કે મહિલા પોલીસને ઘર પરિવારની ચિંતા હતી છતાં તેઓ કામ કરી રહ્યા હતા. સમાજને એક નવી રસ્તો આપવા બદલ સૌરાષ્ટ્ર સમાચારનો ધન્યવાદ. આ અખબાર સમાજની સમસ્યાઓને અવાજ આપે છે. અમરેલી, ભાવનગર, બોટાદ પોલીસ દ્વારા 4 કરોડ ની ખાદ્ય સામગ્રી વહેંચવામાં આવી છે જેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેવાઈ હતી. કોરોનાની મહામારી અચાનક આવી અને તે ખરેખર તો મેડિકલ વિભાગની જંગ હતી ત્યારે આખી સિસ્ટમ વિખરાઈ જવા પર હતી. પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ત્યારે પણ ખડેપગે કામગીરી કરવામાં આવી હતી. ખાખી વર્દીમાં અમે જ્યારે પ્રતિબંધિત ક્ષેત્રમાં પહોંચી એ ત્યારે લોકોને આતંકવાદી આવી ગયા હોય તેવું લાગતું કારણકે અમે પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરાવતા હતા. પ્રારંભમાં સ્વાગત પ્રવચનમાં એક્ઝીક્યુટીવ એડીટર તારક શાહે પોલીસની કામગીરીને દસ આંગળીની સલામ વડે બીરદાવી જે સમાજ સારા કાર્યોની સરાહના ન કરે તે વિકાસ પામતો નથી તેમ જણાવ્યું હતું.

એસ.પી. જયપાલસિંહ રાઠૌરે જણાવ્યું હતું કે, અમારી જોબ થેંકલેસ જોબ છે. અમે 365 દિવસ આ કામ કરતા હોઈએ છીએ. લોકોને પોલીસની હાજરી માત્રથી કેટલું સુરક્ષિત મહેસૂસ થાય તેની મને જાણ છે પોલીસની કામગીરીને બિરદાવવા હું સૌરાષ્ટ્ર સમાચારનો ઋણી છું.

આ એવોર્ડ માટે આઇ.પી.સી.એલનાં પિયુષ ભાઈ તંબોલી, સ્ટીલ કાસ્ટ નાં ચેતનભાઈ તંબોલી, તંબોલી કાસ્ટીંગ નાં બિપીન ભાઈ તંબોલી, ઇન્ડસ્ટ્રીયલ જવેલનાં ચિંતનભાઈ પારેખ, ઓજ કરિયર ઇન્સ્ટિટ્યૂટ નાં નીરવ દવે, જેનબરકત ફાર્મા. નાં મહાદેવ કુમાર શુક્લા, દાસ પેંડાવાળાનાં બૈજુભાઈ મહેતા, સવિનય ડેવલોપરનાં સચિન ભાઈ પાઠક, પ્રેમ સાગર રેસીડેન્સી મુન્નાભાઈ ડોડીયા અને ઓમ કંસ્ટ્રકશને સહયોગ આપ્યો હતો. એવોર્ડ સમારંભ કાર્યક્રમમાં ઓમ ડાંસ ગ્રુપનાં બાળકો દ્વારા દેશભક્તિનાં ગીત પર ડાન્સ કરવમાં આવ્યો હતો જેમાં એક પોલીસ કર્મચારી જીમી પણ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન પુનિત પુરોહિત અને શીતલ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધી યુનિટ હેડ જયદીપ મહેતાએ કરી હતી. માર્કેટીંગ ટીમના ફીરોઝ પઠાણ, મુકેશ મંગલાણી, શિવરાજસિંહ, નિતીન પંડયા, દિપક, મુકેશ ધોળકીયા, યશ, કુલદિપ સહીતની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

તનિષ્કનાં કેસમાં મુદ્દામાલ રિકવર કરનારનું સન્માન
એવોર્ડ સમારંભમાં ખૂબ ચર્ચિત તનિષ્ક જવેલર્સનાં કેસમાં 95 લાખનો મુદ્દામાલ રિકવર કરવા બદલ બેસ્ટ ટેકનિકલ ડેટા એનાલીસ્ટ તરીકે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઇ. વિજયભાઈ ઓડેદરા, એચ.સી લાખાભાઇ મકવાણા, એ.પી.સી પ્રજ્ઞેશ કુમાર પંડ્યા, એ.પી.સી. રઘુભાઈ મકવાણા, એ.પી.સી હસમુખભાઈ પરમાર, યુ.પી.સી. હેમંતકુમાર ચાવડાને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

4 વર્ષ જૂનો હત્યા કેસ ઉકેલનાર ટીમનું સન્માન
ધંધુકાનાં કોઈ ગામ પાસેથી ગુમ થયેલ વ્યક્તિને શોધવાની સઘન તપાસ દરમિયાન નહેરનાં વોકળામાંથી માનવ અસ્થી મળી આવતા કઈ રીતે ગુમ થનાર વ્યક્તિને એક પુરુષ અને સ્ત્રી દ્વારા કાવતરું રચીને મારી નાખવામાં આવ્યા હતા તેનો ભેદ ડી.વાય.એસ.પી. આર.ડી જાડેજા, ફોરેન્સિક એક્સપર્ટ આર.સી.પંડ્યા, પી.એસ.આઇ ધર્મેન્દ્ર સિંહ સરવૈયા, એચ.સી. કલ્પેશભાઈ લાધવા, એચ.સી. ભુપતભાઈ બાલધિયા, પી.સી જીવાભાઈ ભમ્મર, પી.સી ઇન્દ્રજીત સિંહ ગોહિલ, પી.સી. સંજયસિંહ સરવૈયા દ્વારા ચાર વર્ષ જુની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જે બદલ તેમને સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...