ખગ્રાસ ચંદ્રગ્રહણ:સોમવારે ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના, ભારતમાં દેખાશે નહીં, વૃશ્ચિક રાશિ અને વિશાખા નક્ષત્રમાં ગ્રહણ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા, યુરોપ અને આફ્રિકાના દેશોમાં ખગોળ રસિકો અદભૂત અવકાશી નજારાની મોજ માણી શકાશે

વિશ્વના કેટલાક પ્રદેશોમાં તા.16 મેને સોમવારે ખગ્રાસ ચંદ્રગ્રહણના અદભૂત અવકાશી નજારો નરી આંખે જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ જોવા મળવાનું નથી. જ્યારે અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં અદભૂત અવકાશી નજારાની મોજ માણી શકાશે. તા.1 મેને સોમવારે આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને વિશાખા નક્ષત્રમાં થવાનું છે. આ આકાશી નજારો નિહાળવા વિશ્વના ખાસ કરીને ખગોળ રસીયાઓ થનગની રહ્યાં છે. ભારતીય સમય મુજબ ગ્રહણ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ 7 કલાક અને 57 મિનિટ તથા 54 સેકન્ડે થશે. ગ્રહણ સંમિલન 8 કલાક 59 મિનિટ 5 સેકન્ડ, ગ્રહણ મધ્ય 9 કલાક 41 મિનિટ 31 સેકન્ડે થશે.

ગ્રહણ ઉન્મિલન 10 કલાક 23 મિનિટ અને 58 સેકન્ડે થશે. ગ્રહણ મોક્ષ 11 કલાકમ 25 મિનિટ 10 સેકન્ડે થશે. આ ખગ્રાસ ચંદ્ર ગ્રહણની અવધિ 1 કલાક 24 મિનિટ અને 53 સેકન્ડ રહેશે ખંડગ્રાસ સહિત કુલ ગ્રહણની અવધિ 3 કલાક 27 મિનિટ અને 16 સેકન્ડ રહેશે તેમ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતુ. આ ગ્રહણ જો કે ભારતમાં દેખાવાનું ન હોય ભારતના ખગોળરસિયાઓમાં નિરાશા છે. આ અવકારી નજારો ટીવી, ઇન્ટરનેટ વિગેરે માધ્યમથી નિહાળી શકાશે. વૈજ્ઞાનિકો ગ્રહણના સમયે તેની અસરો અને ગતિવિધિઓનો અભ્યાસ કરે છે જે ભવિષ્યમાં ઉપયોગી થાય છે.

અન્ય સમાચારો પણ છે...