ગૌરવ:ભાવનગરના કેયુર બારૈયાએ જેઇઇ મેઇન ફોર્થમાં મેળવ્યો પ્રથમ રેન્ક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેયુરે દેશમાં 1301મો રેન્ક અંકે કર્યો

એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Main ચોથા તબક્કાની પરીક્ષાનું પરિણામ મંગળવારે મોડી રાતે જાહેર કરવામાં આવ્યું. જેમાં કુલ 44 ઉમેદવારોએ 100 પરસેન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે 18 ઉમેદવારોને ટોચનો રેન્ક મળ્યો છે. આ વર્ષે 7.32 લાખ વિદ્યાર્થીઓએ જેઈઈની પરીક્ષા આપી હતી. ભાવનગરમાં આ પરીક્ષામાં ઓજ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી કેયુર બારૈયાએ 99.8965614નો સ્કોર મેળવીને ભાવનગરમાં પ્રથમ રેન્ક અને સમગ્ર ભારતમાં 1301મો રેન્ક મેળવ્યો છે. આઉપરાંત અબ્દિઅલી રંગવાલાએ 99.8475 પર્સન્ટાઇલ, પૂજન મહેતાએ 99.7621 પર્સન્ટાઇલ અંકે કરી સફળતા મેળવી છે.

આ વર્ષે JEE Main વર્ષમાં ચાર વખત આયોજિત થઈ. જેથી કરીને વિદ્યાર્થીઓને પોતાનો સ્કોર સુધારવાની તક મળી શકે. પહેલા તબક્કામાં ફેબ્રુઆરીમાં અને બીજીવાર માર્ચમાં આયોજિત કરાઈ હતી. આગામી તબક્કાની પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં થવાની હતી પરંતુ દેશમાં કોવિડની બીજી લહેરને જોતા સ્થગિત કરાઈ હતી. ત્રીજા તબક્કાની પરીક્ષા 20-25 જુલાઈ સુધી આયોજિત કરાઈ હતી જ્યારે ચોથા તબક્કાની 26 ઓગસ્ટથી બે સપ્ટેમ્બર સુધી આયોજિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...