એજ્યુકેશન:કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.9માં પ્રવેશ માટે 23 ફેબ્રુ.એ પરીક્ષા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in પર વિનામૂલ્યે થશે

શૈક્ષણિક સત્ર 2023-24 દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય, ત્રાપજ બંગલા, જી. ભાવનગર ખાતે ધોરણ -9માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આગામી તા.11 ફેબ્રુઆરી, 2023ના રોજ યોજાશે તેમ માહિતી આપતા તેમ ત્રાપજ બંગલો, જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્યએ જણાવ્યું હતુ.

ચાલુ શૈક્ષણિક વર્ષ:2023-24 દરમિયાન ભાવનગર જિલ્લામાં આવેલી સરકારી/સરકાર માન્ય શાળાઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતાં તથા તા.01-05-2008થી તા. 30-04-2010 વચ્ચે જન્મેલાં વિદ્યાર્થી ભાઈઓ/બહેનો તથા તેમના વાલીઓ અને શિક્ષકોને જણાવવાનું કે, આગામી શૈક્ષણિક સત્ર 2023-24 દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય, ત્રાપજ બંગલા, જી. ભાવનગર ખાતે ધોરણ -9માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા આગામી તા.11 ફેબ્રુઆરી,2023ના રોજ યોજાનાર છે. જેના માટે ઓનલાઇન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે.

ઓનલાઇન અરજી www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in વેબસાઇટ પરથી થઈ વિનામૂલ્યે શકે છે. ઓનલાઈન અરજી પત્રકો સબમિટ કરવાની છેલ્લી તા. 15 ઓક્ટોબર હતી જેને લંબાવીને તા. 25 ઓક્ટોબર કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...