તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર:અમદાવાદ અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને મોરારિબાપુએ 5-5 હજારની સહાય કરી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરારિબાપુની ફાઈલ તસવીર - Divya Bhaskar
મોરારિબાપુની ફાઈલ તસવીર
  • મોરારિબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં 8 લોકોએ પોતોના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ સમગ્ર બનાવને લઈને કથાકાર મોરારિબાપુએ હતભાગી મૃતકોના પરિવારજનોને 5-5 હજારની સહાય કરી છે. મોરારિબાપુએ 40 હજારની સહાયતા રાશી મોકલવામાં આવશે તેવી જાહેરાત કરી છે. 40 હજારની રકમ મુકેશ પટેલ દ્વારા અમદાવાદ પહોંચાડવામાં આવશે. મોરારિબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

મોરારિબાપુ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટ
મોરારિબાપુ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટ

આગે 8 લોકોને જીવતા જ ભડથું કરી દીધા
શ્રેય હોસ્પિટલમા ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પરંતું મોડી રાતે અચાનક 3.30 વાગે એક દર્દીના વાળમાં અચાનક આગ લાગી તેને બચાવા એટેન્ડન્ટ દોડ્યા પણ તેની પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કિટ આ આગમાં સળગી ગઈ અને ધીમે ધીમે આગ આખા વોર્ડમાં પ્રસરી ગઈ હતી. ICUમાં વેન્ટિલેશન ન હોવાથી આગ વિકરાળ બની અને 8 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.

(ભરત વ્યાસ, ભાવનગર)