અપરાધ:કરદેજની પરિણીતાને અાબરૂ લેવાના ઇરાદાથી માર માર્યો, 7 શખ્સોએ પરિણીતાના ઘરે આવી સાસુ, સસરા અને દિયરને પણ આપી ધમકી 

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરદેજ ગામે મહિલાની આબરૂ લેવાના ઇરાદે 7 શખ્સોએ મારમારી તથા સાસુ સસરા અને દિયરને ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધવાઇ છે.બનાવ અંગે મળતી વિગત મુજબ વરતેજ તાબેના કરદેજ ગામે રહેતી મહિલાએ વરતેજ પોલીસમાં આરોપી રાવત હમાભાઇ, હમા બચુભાઇ, રઘુ હમાભાઇ, હરેશ ડાયાભાઇ, રમેશ આલાભાઇ, વિજય આલાભાઇ, દિપક આલાભાઇ (રહે તમામ કરદેજ) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી આ કામના આરોપીઓનુ બહાર ખરાબ બોલતા હોય તેવો વહેમ રાખી આરોપીએ એકસંપ થઇ ફરિયાદીના ઘરે જઇ ફરિયાદીની આબરૂ લેવાના ઇરાદે મારમારી તથા ફરિયાદીના સાસુ-સસરા અને દિયરને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે તમામ સામે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...