રાહત:કંસારાના સજીવીકરણથી 2.5 લાખ લોકોને મચ્છર, ગંદકીમાંથી છુટકારો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરની ગંદકી દૂર, તળ આવશે ઉંચા, સ્થળ બનશે ફરવાલાયક
  • ખુલ્લી ગંદકીથી લોકો થયા છે ત્રાહિમામ, રૂા.41 કરોડના ખર્ચે નિર્માણ પામશે પ્રોજેક્ટ

ભાવનગર શહેરની વર્ષો જુની જટીલ સમસ્યા શહેર મધ્યેથી પસાર થતી ખુલ્લી ગંદકી સમાન કંસારા છે. કંસારામાં વહેતા ગંદા પાણીને કારણે શહેરના બેથી અઢી લાખ લોકો ત્રાસ અનુભવે છે. રોગચાળાનું ઉદ્દભવ સ્થાન બને છે. પરંતુ આ સમસ્યા નજીકના ભવિષ્યમાં જ ઉકેલાઈ જશે. ભાવનગરના પાંચથી છ વોર્ડમાંથી પસાર થતી અસર કરતી કંસારાની ખુલ્લી ગંદકી માટે મહાનગરપાલિકા દ્વારા SJMMSVYની ગ્રાન્ટમાંથી રૂા.41.15 કરોડના ખર્ચે કંસારા નદીનું સજીવીકરણ હાથ ધરાયું છે. જેમાં કંસારાની બન્ને સાઈડે RCC કામ, ડ્રોપ સ્ટ્રક્ચર, વરસાદી પાણીના સંગ્રહ, બન્ને બાજુ ગટરલાઈન, ફેન્સીંગ કરવામાં આવશે.

કંસારા નદીમાં વહી રહેલા ગંદા પાણીના નિકાલ માટે નદીના ડાબા કાંઠે વિરાણી બ્રિજથી િતલકનગર બ્રિજ પાસે આવેલા જુના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી ડ્રેનેજ લાઈન તથા જમણા કાંઠે માલધારી બ્રિજથી ચાલુ કરી જુના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે. જેથી હાલમાં નદીમાં વહેતુ તમામ ગંદુ પાણી આ ટ્રન્ક મેઈનમાં ટ્રેપ કરવામાં આવશે.કંસારા સજીવીકરણને કારણે અઢી લાખ લોકોને ફાયદો થશે. પર્યાવરણ શુદ્ધ થશે. મચ્છોરોનો ઉપદ્રવ નિર્મૂળ થશે અને સાથોસાથ ફરવાલાયક સ્થળ પણ બનશે.

કંસારા પ્રોજેક્ટની વિશેષતા

  • ગૌરીશંકર તળાવના વેસ્ટ િવયરથી શરૂ કરી િતલકનગર બ્રીજ પાસે જુના ડિસ્પોઝલ પ્લાન્ટ સુધી કુલ 8.1 કિ.મી. લંબાઈ
  • 7.5 કિ.મી. ડ્રેનેજ લાઈન
  • આર.સી.સી.ની લાઈનીંગ કેનાલ
  • 12 જેટલા વર્ટીકલ ડ્રોપ સ્ટ્રક્ચર
  • સંગ્રહિત પાણીને ઓક્સિજનયુક્ત રાખવા માટે 12 જેટલા જેટ એરેટર સીસ્ટમ
  • 36 જેટલા રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રક્ચર
  • કેનાલના બન્ને કાંઠે 3 મીટર ઊંચાઈની 16 કિ.મી.ની તાર ફેન્સીંગ
અન્ય સમાચારો પણ છે...