રજૂઆત:કંસારા શુદ્ધિકરણ રિવાઇઝ્ડ પ્લાન અધુરો અને અવિચારી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝુપડાવાસીઓને બેઘર કરવાની નીતિ
  • લાલ વાવટા દ્વારા આજે કોર્પોરેશનના સત્તાધીશોને આવેદન પત્ર પાઠવાશે

કંસારા કાંઠાના વિસ્તારમાં શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ 50 વર્ષથી રહેતા ઝુંપડાવાસીઓને મકાનો તોડી બેઘર બનાવવાની નોટિસો આપેલી છે\n તે બાબતે લાલ વાવટા દ્વારા કોર્પોરેશનના સત્તાધીશો ને રજૂઆત કરવા ૩૦મી તારીખે વરસાદ વાવાઝોડાના કારણે બંધ રખાયેલી રેલી તારીખ 6ના રોજ બપોરે ચાર વાગ્યે મોતીબાગ થી નીકળશે અને કચેરીએ આવેદન આપવામાં આવશે.

કોર્પોરેશન દ્વારા કરાયેલ રિવાઇઝ્ડ પ્લાન અધુરો, અવિચારી અને અન્યાયકારી હોવાથી તળાજા જકાતનાકાથી સુભાષનગર, તિલક નગર ભાવનગર સુધી 44 મીટર રાખતા અનેક લોકો ઘરવિહોણા થશે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે આ અગાઉ ભાવનગર ઝુપડા સંઘ દ્વારા ગત તા.30 સપ્ટેમ્બરના રોજ કંસારા કાંઠા ઝુંપડાવાસીઓની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભાવનગરમાં પડેલા ભારે વરસાદને કારણે આ રેલીનું મોકુફ રાખવામાં આવ્યું હતું. તે રેલી આવતીકાલ બુધવારે સાંજે 4 કલાકે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...