કામગીરી:કંસારા ઓપરેશન ડિમોલિશન, બન્ને કાંઠે 8 જેસીબી ઉતાર્યા, 250 દબાણોનો ખુરદો

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વૈચ્છિક રીતે દબાણો હટાવ્યા બાદ બાકી રહેલા પર બુલડોઝર ફેરવ્યુ
  • રામમંત્ર મંદિર બ્રીજ થી 14 નાળા પુલ સુધી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરી, આજે પણ સુભાષનગર બ્રીજ સુધીનો ટાર્ગેટ

કંસારા શુદ્ધીકરણ નહિ થતા હવે સજીવીકરણ તરફ ભાવનગર મહાનગરપાલિકા આગળ ધપી રહયું છે ત્યારે રામ મંત્ર મંદિર બ્રિજ થી 14 નાળા સુધી કંસારાની બંને તરફ સજીવીકરણ પ્રોજેક્ટમાં અડચણ રૂપ 250થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.

કંસારા સજીવીકરણનો પ્રોજેક્ટ કાગળ પરના તમામ તબક્કા પાર પાડ્યા પછી પ્રોજેક્ટની શરૂઆત કરતા કંસારાના બંને કાંઠા પરના દબાણો અડચણરૂપ બન્યા હતા. આજે સવારથી પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમ ટાઉન ડેવલોપમેન્ટ દ્વારા રામમંત્ર મંદિર બ્રિજથી 14 નાળા ફુલ સુધી બન્ને કાઠા પર દબાણ હટાવવાની કામગીરી કરી હતી. પોલીસના કાફલા સાથે કોર્પોરેશનની ટીમે આઠ જેટલા જેસીબી કંસારાના કાંઠામાં ઉતાર્યા હતા. સવારથી સાંજ સુધી સતત ઓપરેશન ડીમોલીશન હાથ ધરી અંદાજે 250 થી વધુ દબાણો હટાવ્યા હતા. વધુ દબાણ હટાવવાની કામગીરી આવતીકાલથી પણ સતત શરૂ રહેશે. આવતીકાલે 14 નાળા થી સુભાષનગર બ્રિજ તરફ કંસારાના દબાણો હટાવવામાં આવશે.

મહિલાએ પોતાને ઓરડીમાં પુરી દીધી
50 વારીયા વિસ્તારમાં એક દબાણકર્તા મહિલા દબાણગ્રસ્ત ઓરડીમાં ઘુસી જઈ અંદરથી તાળુ મારી દીધુ હતુ. જ્યારે બહાર તેના પતિએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરંતુ પોલીસે મામલો થાળે પાડયા બાદ દબાણગ્રસ્ત બાંધકામ હટાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...