ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી:ડાયરાથી ફેમસ થયેલો કમો ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો, ભાવનગરમાં જીતુ વાઘાણીનો પ્રચાર કર્યો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં થતા લોકડાયરાઓમાં છેલ્લા કેટલાક સમયથી કમાનું નામ જાણીતું બન્યું છે. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાની એન્ટ્રી થઈ છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે કમાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.

કારમાં સવાર થઈ કમાએ ચૂંટણી પ્રચાર કર્યો
ડાયરામાં જે રીતે કમાની કારમાં એન્ટ્રી થાય છે તેવી રીતે જ ભાવનગરની શેરીઓમાં ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી જોવા મળી. કારમાં સવાર થઈ કમો ભાજપના ઝંડા સાથે જોવા મળ્યો હતો.

કીર્તિદાનના કાર્યક્રમથી કમાને ઓળખ મળી
સુરેન્દ્રનગરના કોઠારિયાના વતની કમાને લોકગાયક કીર્તિદાન ગઢવીના કાર્યક્રમથી ઓળખ મળી હતી. હાલ કમાના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાએ એન્ટ્રી કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...