તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાયતા:કામદાર રાજ્ય વીમા નિગમ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા કર્મીના પરિવારને 90 % વેતન ચુકવાયું

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કામદાર રાજ્ય વીમા નિગમ દ્વારા તાજેતર માં કોરોના નાં લીધે મૃત્યુ પામેલા કર્મચારીઓ નાં પરિવાર ને સહાયતા માટે યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ઈ.એસ.આઇ. ભાવનગર બ્રાન્ચ દ્વારા અપાતી માહિતી અનુસાર કર્મચારી રાજ્ય વીમા નિગમ કોવિડ 19 રાહત યોજના હેઠળ નોંધાયેલા સરેરાશ વેતનના નાં 90 ટકા રાહતરૂપ તેમના પત્ની, સંતાનો, વિધવા માતાને દર મહિને ચૂકવવામાં આવશે. જો ઉપરોક્ત કોઈ ન હોય તો વિમિત વ્યક્તિ નાં આશ્રિત માતા પિતા, અવ્યસ્ક પુત્ર - પુત્રી ને લાભ મળશે.

લાભ ઉપરાંત વીમિત વ્યક્તિ નાં જીવનસાથીને 120 રૂપિયા જમા કરાવવાની 1 વરસ સુધી ચિકિત્સા લાભ પણ મળશે. કર્મચારી ની નોધણી કોરોના નાં નિદાન નાં 3 મહિના પહેલા થયેલી હોવી જોઈએ અને ઓછામાં ઓછા 70 દિવસ નો પ્રીમિયમ જમાં હોવો જોઈએ. દાવોમાં જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...