આસ્થાભેર ઉજવણી:ભાવનગર શહેર-જિલ્લામાંમાં આસ્થાભેર 'કમળા હુતાશની'ની ઉજવણી કરાઈ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે તિથિઓના મતમતાંતર વચ્ચે ગ્રીષ્મકાળના પવિત્ર પર્વ હોળી-ધુળેટીની ઉજવણીઓનો દૌર શરૂ થઈ ગયો છે રવિવારે ઢળતી સાંજે સમગ્ર ગોહિલવાડમાં કમળા હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

હોળીની પ્રદક્ષિણા થકી પોતાની જાતને ધન્ય કરી
હિન્દુ પંચાંગમા તિથિઓની વિષમતા અને ચોક્કસ સ્પષ્ટતાને અભાવે કઈ તિથિએ ઉજવણી કરવી એ અંગે લોકો દ્વિધા અનુભવી રહ્યા છે ત્યારે આજરોજ શાસ્ત્ર આજ્ઞા અનુસાર ગોહિલવાડમાં કમળા હુતાશનીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ શેરીઓ-ગલીઓમાં બાળકો-યુવાનો કમળા હોળીની તૈયારીઓ શરૂ કરી હતી, હોળીની પ્રદક્ષિણા થકી પોતાની જાતને ધન્ય કરી હતી.

કદમગીરી ડુંગર ઉપર હોળી પ્રગટાવવામાં આવી
બીજી તરફ પાલિતાણા તાલુકાના કદમગીરી ડુંગર ઉપર કમળાઈધામ ખાતે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ પ્રવાહ આવવાનો શરૂ થયો હતો અને ઢળતી સાંજે આસ્થાળુઓની અભૂતપૂર્વ મેદની વચ્ચે હોળી પ્રગટાવવામાં આવી હતી, કમળાઈ માતાનાં દર્શન સાથે હોળીની પ્રદક્ષિણા થકી પોતાની જાતને ધન્ય કરી હતી.

અન્ય સમાચારો પણ છે...