આયોજન:સૌરાષ્ટ્ર સમાચારના 29માં વાર્ષિક લવાજમ ડ્રોની આજે જ્યુરી બેઠક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4500 થી વધુ ઇનામો આપવામાં આવશે
  • જયુરી પેનલના સભ્યો વાર્ષિક ઇનામી ડ્રોની તમામ કૂપનોને બેગમાં સીલ કરશે

સૌરાષ્ટ્ર સમાચારના 29માં વાર્ષિક ઇનામી લવાજમ ડ્રોની જ્યુરી પેનલની આવતી કાલ તા.18 સપ્ટેમ્બરને શનિવારે બેઠક મળશે.જેમાં વર્ષ 2020-21ની સૌરાષ્ટ્ર સમાચારના વાર્ષિક લવાજમના ગ્રાહકોના તમામ કૂપનો ચેક કરીને ઇનામી ડ્રો માટે એક બેગમાં સીલ કરી દેવામાં આવશે. જે વાર્ષિક ડ્રોના સમયે ખોલવામાં આવશે.

જયુરીની પેનલમાં ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, રામવાડીના પ્રમુખ કિરીટભાઈ પંડ્યા, અખબારી વિતરક મહેબુબભાઇ બેલીમ, અખબારી વિતરક શારદાબેન ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહેશે. આ વર્ષે સૌરાષ્ટ્ર સમાચારમાં કુલ 45,750 વાર્ષિક ગ્રાહકો નોંધાયેલા છે.

જેમાંથી નસીબવંતા ગ્રાહકોને ઇનામો આપવામાં આવશે. બજાજ એવેન્જર 1, સ્કુટી 2, વોશિંગ મશીન 3, સ્માર્ટ મોબાઈલ ફોન 4, માઇક્રોવેવ ઓવન 5 , મિક્સર ગ્રાઈન્ડર 6, ડિનર સેટ 10, કુક ટોપ 15, ટ્રોલી બેગ 50, થર્મસ ફ્લાસ્ક 100 અને દરેક દસમા ગ્રાહકને નિશ્ચિત ઇનામ આપવા સાથે કુલ 4500 વધુ ઇનામો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...