તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાશિ:ગુરૂનુ કુંભ રાશિનુ ભ્રમણથી દેશમાં સારૂ પરિણામ દેખાશે લોકોની બિમારી સામે લડવાની તાકાતમાં વધારો થશે

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકો માટે શુભ, કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશીમાટે અશુભ, વૃષભ, કન્યા, ધન રાશિના જાતકો માટે આ સમય સામાન્ય

ગુરૂ ગ્રહ તા.5-4ની મોડી રાત્રીના 12-35 મીનીટે પોતાની નિચ રાશિ મકર માંથી કુંભ રાશિમાં પ્રવેશ કરે છે તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યુ હતુ.

અત્યાર સુધી ગુરૂ પોતાની નિચ રાશિ મકરમાં શનિ મહારાજ સાથે હતા હવે તા.5-4ની મોડી રાત્રે એટલે કે તા.6-4થી શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરે છે. આ રાશિમાં તે તા.13-9-21 સુધી રહેશે.

આ દરમ્યાન તા.20-6-21એ કુંભ રાશિમાં વક્ર ગતિથી ભ્રમણ કરશે. ત્યારબાદ તા.14-9-21 એ મકર રાશિમાં વક્રી ભ્રમણ કરશે.

તા.18-10-21થી મકર રાશિમાં માર્ગગી થશે અને તા.20-11-21થી ફરી કુંભ રાશિમાં ભ્રમણ કરશે.

ગુરૂનુ કુંભ રાશિનુ ભ્રમણથી દેશમાં સારૂ પરિણામ દેખાશે. લોકોની બિમારી સામે લડવાની તાકાતમાં વધારો થશે. દેશમાં રાજકિય ઉથલ-પાથલ જોવા મળશે. લોકોનો રાજા પ્રત્યે આક્રોશ વધશે. પરંતુ રાજામાં પ્રજા પ્રત્યેની લાગણી વધવાથી પ્રજાના પ્રશ્નો ઉકેલાશે.

શનિની રાશિ કુંભ રાશીમાં ગુરૂ આવવાથી દેશના પૂર્વ ભાગમાં રાજયોમાં આતંકી તથા કમીની હુમલાઓ થવાની સંભાવના છે.

આ સમયમાં કોરોના મહામારીમાં શરૂઆતમાં ઝડપી વધારો થશે. મૃત્યુદર પણ વધશે. લોકોની બેદરકારી તેમને જ નુકશાન પહોંચાડે તો નવાઇ નહિ.

આ મહામારી તા.17-5-21 પછી થોડી કાબુમાં આવે તેવી શકયતા દેખાઇ રહી છે.

આ ગુરૂના કુંભ રાશિમાં પ્રવેશથી મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકો માટે શુભ થાય છે. ધન લાભ થાય સ્વાસ્થ્યમાં સુધારો થાય તકલીકો અને મુશકેલીઓ દૂર થાય.

કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશીના જાતકો માટે અશુભ ફળ પ્રાપ્ત થાય માંગલીક કાર્યોમાં વિલંબ , આર્થિક નુકશાન, કાર્યો અધુરા રહેવા, મહેનત વધુ અને વળતર ઓછુ પ્રાપ્ત થવાની સંભાવના છે. માનસિક તણાવ વધી શકે છે.જયારે વૃષભ, કન્યા, ધન રાશિના જાતકો માટે આ સમય સામાન્ય પસાર થાય છે. ન નફો, ન નુકશા જેવી સ્થિતિ થાય છે. આ સમયમાં મહેનત પછી સફળતાના પરિણામો પ્રાપ્ત થાય છે. તેથી આ સમય દરેક જાતકોને વિવિધ સારા, નરસા પરિણામો આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો