ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત 4 એકમ (કંપની)માં હેલ્પર, મશીન ઓપરેટર, ડાઈરેક્ટ સેલ્સ એક્સિક્યુટિવ, માર્કેટીંગ મેનેજર, બ્રાંચ મેનેજર, આસિસ્ટંટ બ્રાંચ મેનેજર, સોફ્ટવેર સેલ્સ એન્ડ સ્પોર્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.
જેમાં 10 પાસ, 12 પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.12 જાન્યુઆરીને ગુરૂવારે સવારે 11 કલાકે, ડૉ. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ચોક, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ત્રણ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા ભાવનગરના મદદનીશ નિયામક (રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.