જાહેરાત:મંત્રી બન્યાના માત્ર બે જ મહિનામાં જીતુભાઈ વાઘાણીએ રીંગરોડ માટે 240 કરોડ મંજુર કરાવ્યા

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકિય ઈચ્છાશક્તિથી 16 વર્ષ જૂનો પ્રશ્ન ઉકેલતા વિકાસ પુરૂષ

ભાવનગરના અધુરા રીંગરોડ અંગે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વતી શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી એ રૂા.240 કરોડ રાજ્ય સરકાર તરફથી ફાળવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી મુખ્યમંત્રીને ઉભા થઈ સન્માન આપ્યું હતું. ભાવનગરનો 2005થી શહેર ફરતી સડકનો 57.5 કિ.મી.નો રીંગરોડ થઈ રહ્યો છે. આ રીંગરોડમાં નવાબંદર થી જુનાબંદર સુધીના 4.75 કિ.મી.ના રીંગરોડમાં બે રેલ્વે ઓવરબ્રિજ બનશે, જુનાબંદરથી કેબલ સ્ટેન્ડ બ્રિજનો 7.10 કિ.મી. અને કેબલ સ્ટેન્ડ બ્રિજથી નીરમા જંકશન સુધી 14.50 કિ.મી.નો રીંગરોડ બનશે.

આ રીંગરોડ જી.એમ.બી.ના સીએનજી ટર્મીનલ માટે પણ ઉપયોગી બનશે. આ માટે જી.એમ.બી અને શહેરી વિકાસની 40-40 ટકા અને આરએન્ડબી ની 20 ટકા ગ્રાંટ સાથે 240 કરોડની મંજુરી આપવાની આજે જાહેરાત થઇ છે. કોઇ પણ શહેરનો વિકાસ રીંગરોડના વિકાસ પછી હરણફાળ ભરે છે. ત્યારે 16 વર્ષ જુના આ પ્રશ્નને ઉકેલવા મંત્રી જીતુભાઇ વાઘાણીએ ભગીરથ પ્રયત્નો કર્યા હતા. મેયર, ચેરમેન, ધારાસભ્ય, કમીશ્નર વગેરે સાથે પણ સંકલન કરી શહેરના વિકાસ માટે આ રીંગરોડ પ્રોજેકટ પુરો થવો જરૂરી હોવાનું મુખ્યમંત્રીને લેખીતમાં અને રૂબરૂમાં ભારપૂર્વક જણાવ્યું હતું.

ભાવનગરમાં સૌ ની યોજનામાં બોરતળાવનો સમાવેશ કરાવવો, શહેરનો પ્રથમ અોવરબ્રિજ પુલ બાદ જીતુભાઇ વાઘાણીએ વધુ એક પ્રજાલક્ષી કામગીરી કરવા તેમની સરાહના થઇ હતી અને કાર્યકરોએ તેમને ભાવનગરના વિકાસ પુરૂષ તરીકે નવાજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...