તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શહેર, જિલ્લાના 132 જરૂરીયાતમંદ જૈનોનું જીતો આવાસ યોજનાથી પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થશે

ભાવનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જીતો આવાસ યોજનાના સહાયક દાતાઓનુ સન્માન કરાશે

ભાવનગર શહેર અને જિલ્લામાં વસતા જરૂરીયાતમંદ જૈન બંધુઓ માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે જીતો આવાસ યોજના હેઠળ 132 આવાસનુ શિવાજી સર્કલથી મંત્રેશ સર્કલ જવાના રસ્તા પાસે આયોજન કરવામાં આવ્યું છે. જીતો આવાસ યોજના હેઠળ યોજના પર તા.4-4ને રવિવારે સવારે 9 થી 12માં સ્કીમ બતાવવામાં આવશે.આ યોજનાથી 132 જરૂરીયાતમંદ બંધુઓ પોતાનુ ઘરનુ સ્વપ્ન પુરૂ થશે.આ યોજના અંતર્ગત એક બેડરૂમ હોલ કિચન ફ્લેટની કુલ રકમમાં એક ફલેટ દીઠ 3 લાખનો સહયોગ જૈન શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવશે. આ યોજનામાં શહેર અને જિલ્લામાં વસતા શ્વેતાંબર, તેરાપંથ, સ્થાનકવાસી અને દિગંબર એમ ચારેય ફિરકાના જરૂરિયાત ધરાવતા જૈન બંધુઓ ભાગ લઇ શકશે.

સર્વેક્ષણ માટે આવેલ અરજીને સ્કુટીની કરવામાં આવશે. આ માટે યોજના સ્થળે જીતો આવાસ યોજના વિશે માહીતી અપાશે. અને બેંક લોન માટે સર્વેક્ષણમાં અરજી કરી છે. તેને માટે સ્થળ પર બેંકના સ્ટોલ પરથી માહીતી અપાશે. આ યોજનામાં જેનુ સિલેકશન થશે. તેઓ આ ઘર કોઇને 10 વર્ષ સુધી વેચી શકશે નહિ અને 10 વર્ષ બાદ માત્ર જૈનના ચાર ફીરકામાં જ વેચી શકશે. તેમજ ઘર કોઇને ભાડે આપી શકાશે નહિ તેમજ સગા સંબંધીને વાપરવા માટે આપી શકાશે. નહી અને ખાલી, બંધ રાખી શકાશે.

જૈન ઘર્મના મુળભૂત સિધ્ધાતો પાળતા હોય તેને જ જીતો આવાસ અપાશે. ઘરનુ ઘર હોય તેને આ મકાન આપવામાં નહિ આવે ફલેટનુ એલોટમેન્ટ જીતો ભાવનગર દ્વારા નિયત કરેલ સમય મર્યાદામાં ડ્રો સીસ્ટમ દ્વારા પારદર્શક રીતે કરવામાં આવશે.જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ભાવનગર ચેપ્ટર, પ્રાર્થના જૈન યુવક મંડળ, 101, ગોલ્ડ સેન્ટર, કોસ્મોસ બેન્કની ઉપર, કાળાનાળા, દાદા સાહેબ દેરાસરની સામે ભાવનગર ખાતે સંપર્ક કરવો. આ પ્રસંગે જીતો આવાસ યોજનામાં પોતાનો ફાળો આપનાર દાતાઓનુ સન્માન કરવામાં આવશે.

જીતો ભાવનગરની આવાસ યોજનાની પ્રેરણાથી અન્ય શહેરોમાં પણ શરૂઆત
ભાવનગર શહેરમાં જીતો ભાવનગર દ્વારા 132 ફલેટની સ્કીમની શરૂઆતની પ્રેરણા લઇને અન્ય મહાનગર મુંબઇ, કલકત્તા, સુરત જેવા શહેરમાં પણ જરૂરીયાતમંદ જૈનો માટે ઘરની સ્કીમની શરૂઆત કરવામાં આવી.જે માટે ભાવનગર જીતો પ્રરેણારૂપ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો