ત્રાસ:ઘરમાં ઘૂસી દસ હજારથી માંડીને ઘરેણા પડાવાયા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આતાભાઈમાં માતાજીના નામે બહુરૂપિયાનો ત્રાસ
  • કિન્નરોના વેશમાં કોઈ બળજબરી કરે તો પોલીસ કંટ્રોલને ફરિયાદ કરવા અનુરોધ

ભાવનગર શહેરના આતાભાઇ રોડ વિસ્તારમાં બંગલા અને ફ્લેટના રહેણાકમાં આજે બહુચર માતાજીના વેશમાં એક ટોળુ ઘરે ઘરે ઘૂસી ગયુ હતુ. બપોરે બાર વાગ્યા આસપાસ આવેલુ ટોળુ માતાજીના નામે દસ હજારથી માંડી ભારે મોટી રકમ માંગતું હતું.કેટલાક ઘરોમાં પૈસાને બદલે ચાંદીના છડા પણ લઈ લીધાનું જાણવા મળ્યું છે.

આ અંગે મોડેથી પુરુષવર્ગ ઘરે આવતા આ ઘટનામાં કોઈ બહુરૂપિયાઓ અને કિન્નરોના વેશમાં ફરતાની શંકા છે. સીસીટીવી ફૂટેજ સાથે આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.આ રીતે કિન્નર વેશમાં ઘરોમાં ઘૂસી જઇને શહેરના વિસ્તારોમાં બળજબરી કરાતી હોય તો પોલીસ કંટ્રોલનો 100 નંબર ઉપર જાણ કરવા જણાવવામાં આવ્યુ છે. વડવાના કેટલાક કિન્નરોના પણ જણાવ્યા મુજબ તેમના વેશમાં આવી કોઈ બળજબરી કરીને બદનામ કરે તો જાણ કરવા જણાવવામા આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...