તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:જેઠાણીનો હુકમ : ભાડુતી માણસો લાવી દેરાણીને મારી નાખવી છે

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તેણીએ અગાઉ પણ મહિલા પોલીસમાં અરજી કરેલ
 • જમીનમાં ભાગ લેવા આવી છો તેમ કહી ભાવનગરના જાંબાળાની પરિણીતાને ઘરેથી કાઢી મુકવામાં આવી

સિહોરના જાંબાળા ખાતે રહેતી પરિણીતાને તેના સાસરિયા દ્વારા ત્રાસ આપી ઘરેથી કાઢી મુકેલ જે અંગે પરિણીતાએ મહિલા પોલીસમાં અરજી કરતા પોલીસે સાસરીયા વાળાને સમજાવતા પરત આવી ગયેલ અને 6 મહિના બાદ ફરીથી પરિણીતાને તેના સાસરિયા દ્વારા ત્રાસ આપતા અને તેણીના જેઠાણીએ કહેલ કે ભાડુતી માણસો બોલાવી તેણીને મારી નાખવી છે તેવી ધમકી મળતા તેણીએ સાસરિયા વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સિહોરના જાંબાળા ખાતે રહેતા જાગૃતિબેન અશોકભાઇ મોણકાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે દસ વર્ષ પૂર્વે તેમના લગ્ન સોનગઢ ખાતે નિલેશભાઇ ગીરજાશંકર જોષી સાથે થયેલ અને 3 મહિના બાદ પતિ પત્નિ વચ્ચે ન બનતા ઘરમેળે છુટછેડા લઇ લીધેલ અને 3 વર્ષ પૂર્વે તા.06-09-2018ના રોજ જાંબાળા ખાતે રહેતા અશોકભાઇ રમણીકભાઇ મોણકા સાથે બીજા લગ્ન કરેલ. લગ્નના બે મહિના બાદ પરિણીતાને તેના જેઠાણી મીનાબેન ભદ્રેશભાઇ મોણકા તથા સાસુ રંભાબેન રમણીકભાઇ મોણકા કામકાજ બાબતે તેણીને હેરાન-પરેશાન કરી ત્રાસ આપતા અને કહેલ કે પહેલા લગ્ન થયા ત્યા પણ ટકી નહિ અહિયા પણ જમીનમાં ભાગ લેવા આવી ગયેલ છો જે બાબતે તેણીએ તેના પતિને ફરિયાદ કરતા તેણે કહેલ કે તે બન્ને કેશે તેમ જ કરવાનુ નહિતો તારા ઘરે ચાલતી થા તેમ કહી ગાળો આપી તેણીને તેના ઘરે મુકી આવેલ. જે બાબતે પરિણીતાએ મહિલા પોલીસમાં અરજી કરતા પોલીસની સમજાવટથી સાસરીયા દ્વારા તેને પરત તેડી ગયેલ. બાદમાં 6 મહિના બાદ તેણીને તેના સાસુ, સસરા, જેઠાણી તથા પતિ દ્વારા ત્રાસ આપી જેઠાણીએ કહેલ કે ભાડુતી માણસો લાવી પરિણીતાને મારી નાખવી છે જે બાબતે તેણીએ તેના પિતાને કહેતા તેને તેડી ગયેલ અને પરિણીતાએ તેના સાસરિયા વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો