વિરોધ પ્રદર્શન:જેટકો કંપનીના કર્મચારીઓના આંદોલનનો કાલથી આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલન સમિતિ દ્વારા અંતિમ આંદોલનની નોટિસ
  • તારીખ 18 થી સૂત્રોચાર અને તા.22 ના રોજ માસ સી.એલ.ના કાર્યક્રમોનું આયોજન કરાયુ

જેટકો કંપનીના તાબા હેઠળના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું વારંવાર રજૂઆતો કરવા છતાં હકારાત્મક નિવારણ ન આવતા ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા અંતિમ આંદોલનની નોટિસથી કાર્યક્રમો જાહેર કરાયા છે.

જેમાં તારીખ 18 અને 19 દરમિયાન કર્મચારીઓ ઓફિસ ફરજના સમય સિવાય સૂત્રોચારથી વિરોધ પ્રદર્શન કરશે તેમજ તારીખ 20 અને 21 ના રોજ તમામ કેડનો તમામ સ્ટાફ વર્ક રૂલ કરશે અને તારીખ 22 ના રોજ કોર્પોરેટ, ઝોનલ, સર્કલ ડિવિઝન, સહિતનો તમામ સ્ટાફ માસ સી એલ દ્વારા અંતિમ આંદોલનની નોટિસ કાર્યક્રમમાં આંદોલન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઇ હકારાત્મક પગલાં લેવાયા નથી. સેટઅપ મુજબ અમલ કરાયો નથી. જેટકોમાં છેલ્લે જૂનિયર ઇજનેરોની ભરતી 2017માં કરવામાં આવી હતી. 4 વર્ષથી ભરતી ન થવાથી 500થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. જેટકો કંપનીમાં ભરતીની પ્રક્રિયામાં પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવામાં આવી હોવા છતાં ભરતી થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...