તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા પ્રવૃતિ બદલ સન્માન:જીતુ વાઘાણીને સેવા પ્રવૃતિઓ બદલ વર્લ્ડ બુકમાં સ્થાન મળ્યું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુકનું વિમોચન વડાપ્રધાનના હસ્તે થશે
  • કોરોના કાળ અને વાવાઝોડા દરમિયાન સતત લોકોની વહારે રહી સેવા પ્રવૃતિ બદલ સન્માન

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કોરોના મહામારીમાં લોકડાઉન અને અનલોક દરમિયાન સતત લોકોની વહારે રહીને પરપ્રાંતીય શ્રમિકોનું વતન ભણી સ્થળાંતર, બચાવ અને રાહતની કામગીરી તેમજ સ્થાનિક નાગરિકો માટે રાશન કીટ, ભોજન, દવા સહિતની આરોગ્યલક્ષી સેવાકીય કામગીરી તેમજ તાઉ'તે વાવાઝોડાની કુદરતી આફતમાં કરેલ માનવીય પ્રવતિઓ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડનના પ્રમુખ વિલ્હેમ જેઝલર દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી, અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સર્ટિફિકેટ ઓફ કમીટમેન્ટ એનાયત કરી સન્માનિત કરાયું છે, જેના બદલ જીતુભાઈએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ભારત અને ગુજરાતના અધિકારીઓનો ઋણ સ્વીકાર કરી જણાવ્યું કે માનવતાનો ધર્મ નિભાવીને ગરીબ-જરૂરિયાતમંદોનું દુ:ખ દૂર કરવાનો આપણે સૌ યથાયોગ્ય પ્રયાસ કરીએ તો જ માનવજીવન સફળ થયું ગણાય.

આ વેળાએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ - ગુજરાતના પ્રમુખે જણાવ્યું હતું કે ભારતમાં 1100 કોરોના વોરિયર્સ જેમાં અમિતાભ બચ્ચન, રતન ટાટા, આદિ ગોદરેજ, સોનુ સુદ અને પંકજ ઉધાસ સહિતનાને સેવાકીય પ્રવૃત્તિઓમાં સર્ટિફિકેટ આપી સન્માનિત કરેલ છે. ગોલ્ડન બુકનું વિમોચન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી સમયમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...