તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE:ભાવનગર શહેરમાં તા.23થી 26 ફેબ્રુઆરી સુધી લેવાશે JEE-મેઇનની કસોટી

ભાવનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજ ખાતે કમ્પ્યૂટરાઈઝડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવાયું : 23મીએ આર્કિટેક્ટ અને 24મીથી ઈજનેરીની પરીક્ષા

દર વર્ષે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની આઇઆઇટી સહિતની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થાઓમાં પ્રવેશ માટે જેઇઇ મેઇન કસોટી લેવામાં આવે છે જેમાં આ વર્ષે આ પરીક્ષા ચાર વખત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કસોટી ભાવનગર શહેરમાં તા.23થી 26 ફેબ્રુઆરી દરમિયાન જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજ, સીદસર,ભાવનગર ખાતે લેવાશે. ભાવનગરમાં પરીક્ષા માટે આ એક માત્ર સેન્ટર છે અને જેમાં તા.23ના રોજ આર્કિટેક્ટની પરીક્ષા તેમજ તા.24થી 26 ફેબ્રુઆરી દરમિયાન ઇજનેરી માટે પરીક્ષા લેવાશે તેમ ભાવનગરના કો- ઓર્ડિનેટરે પ્રો. કૃણાલ ખેરિયાએ જણાવ્યું હતુ. આ પરીક્ષામાં ભાવનગરમાં 1150 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે આ વખતે કુલ 4 વખત આ કસોટી લેવામાં આવશે. સંપૂર્ણ કમ્પ્યૂટરાઇઝડ કસોટી રહેશે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ વેબસાઇટ www.jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

આ માટે ઉમેદવારે પોતાનો અરજી નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે. આમ છતાં કોઇ ઉમેદવારને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં અડચણ ઉભી થાય તો ફોન નં.0120-6895200 અથવા jeemain@nta.ac.in પર સંપર્ક કરવાનો રહેશે. એડમિટ કાર્ડ ઉમેદવારોને પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો