તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ધો.12 સાયન્સમાં 35% હશે તો પણ JEE મેઇન આપી શકાશે

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • અત્યાર સુધી આ કસોટી માટે લાયકાત 50 ટકા હતી તે આ વર્ષે કોરોનાને કારણે ઘટાડી દેવાઈ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા દેશની ખ્યાતનામ ઇજનેરી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇનની કસોટી માટે આ વર્ષે કોરોનાને લીધે પ્રવેશની લાયકાત ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 50 ટકા સાથે પાસ કરવાની હતી તે ઘટાડીને 35 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે પાસ થયેલા વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન આપી શકશે આ વર્ષે આ પરીક્ષા ચાર વખત લેવામાં આવશે.ધો- 12 સાયન્સમાં 50 ટકા નહિ માત્ર પાસીંગ માર્ક હોય તો પણ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે. જે રાજયમાં જેઇઇ મેઇનના અધારે ડિગ્રી ઇજનેરી સહિતની કોલેજોમાં પ્રવેશ અપાય છે તે તમામને નવા ધારાધોરણો લાગુ પડશે.

જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીના 50 ટકા, અનામત કેટેગરીના 45 ટકા હોવા જરૂરી છે. જોકે ચાલુ વર્ષે નિયમોમાં ફેરફાર કરાયા છે. જેથી વિદ્યાર્થીઓ પાસીંગ માર્ક સાથે પણ એલીજેબલ ગણાશે. રાજયમાં ડિગ્રી એન્જીયરીંગ કોલેજોમાં ગુજકેટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે,ગુજકેટમાં ગમે તેટલા માર્ક આવે પરંતુ ધો- 12માં નિર્ધારિત કરેલા માર્ક લાવવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો