તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ત્રીજી ઓક્ટોબરે જેઈઈ એડવાન્સની કસોટી લેવાશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં 12 કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાશે
  • JEE એડવાન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુર જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) એડવાન્સ 2021 માટે 11 સપ્ટેમ્બરના રોજ રજિસ્ટ્રેશન કરવાનો આરંભ થશે. નામ નોંધણી કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2021 છે. JEE મેનમાં ક્વોલિફાય થયેલા 2.5 લાખ ઉમેદવાર જ JEE એડવાન્સમાં સામેલ થવા એલિજિબલ છે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

JEE એડવાન્સ 2021 પરીક્ષા તા.3 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. IIT ખડગપુર કેન્ડિડેટ્સની રિસ્પોન્સ શીટ અને 10 ઓક્ટોબરના રોજ પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરવામાં આવશે. ઉમેદવારની કમેન્ટ્સ અને ફીડબેક સોલ્વ કર્યા પછી 15 ઓક્ટોબરના રોજ JEE એડવાન્સ 2021ની ફાઇનલ આન્સર-કી અને પરિણામની જાહેરાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ https://jeeadv.ac.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરી શકે છે.

JEE એડવાન્સ 2021ની તૈયારી કરી રહેલા ઉમેદવારો JEE એડવાન્સ વેબસાઈટ પરથી અભ્યાસક્રમ, ગયા વર્ષના પ્રશ્ન પત્રો અને મૉક ટેસ્ટ ડાઉનલોડ કરી શકે છે. તેઓ 2020 અને છેલ્લા વર્ષોના ઓપનિંગ તથા ક્લોઝિંગ રેન્ક, IITની સીટમાં મેટ્રિક્સ પણ જોઈ શકે છે. આ પરીક્ષા ગુજરાતમાં ભાવનગર ઉપરાંત અમદાવાદ, આણંદ, ભુજ, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, વાપી અને વલસાડમાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...